<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

બ્‍લડ-પ્રેશર, ફંગલ ચેપ અને ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સારવાર માટે લેવામાં આવતી ૩ દવાને WHOએ કેન્‍સરજન્‍ય જાહેર કરી

આ વર્ગીકરણ ફક્‍ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્‍કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી

યુનો,તા.૧૦: વર્લ્‍ડ હેલ્‍થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની ઇન્‍ટરનેશનલ એજન્‍સી ફોર રિસર્ચ ઑન કેન્‍સર (IARC)એ હાઈ બ્‍લડ-પ્રેશર અને ફંગલ ઇન્‍ફેક્‍શનમાં તથા ઑર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરતી વખતે ઉપયોગમાં લેવાતી અને વ્‍યાપકપણે પ્રિસ્‍ક્રાઇબ કરવામાં આવતી ૩ દવાઓ અનુક્રમે હાઇડ્રોક્‍લોરોથિયાઝાઇડ, વોરીકોનાઝોલ અને ટેક્રોલિમસને માનવ માટે કાર્સિનોજેનિક (ગ્રુપ ૧) તરીકે વર્ગીકૃત કરી છે. જોકે જે લોકો હાલમાં આ દવાઓ લઈ રહ્યા છે તેમણે ગભરાટમાં આવીને દવા જાતે બંધ ન કરવા સામે નિષ્‍ણાતોએ ચેતવણી આપી છે.

હાઇડ્રોક્‍લોરોથિયાઝાઇડ દવા હાઈ બ્‍લડ-પ્રેશરની સારવાર માટે વપરાય છે અને ષ્‍ણ્‍બ્‍ના કહેવા મુજબ આ દવાના લાંબા ગાળાના ઉપયોગથી અને સૂર્યના સંપર્કમાં રહેવાથી ત્‍વચા અને હોઠના કેન્‍સરનું જોખમ વધે છે, વોરીકોનાઝોલ દવા ગંભીર પ્રકારના ફૂગના ચેપના ઉપચાર માટે વપરાય છે; જ્‍યારે ટેક્રોલિમસ દવા અંગપ્રત્‍યારોપણ પછી શરીરને અંગને નકારતા અટકાવવા માટે એક રોગપ્રતિકારક દવા છે.

આ મુદ્દે ડોક્‍ટરોનું કહેવું છે કે આ વર્ગીકરણ ફક્‍ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્‍કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી. આ જીવનરક્ષક દવાઓના ફાયદા ઘણા કિસ્‍સાઓમાં તેમનાં જોખમો કરતાં ઘણા વધારે છે. કોઈ પણ દવા બંધ કરતાં પહેલાં હંમેશાં ડોક્‍ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્‍યું છે

(10:39 AM IST)