<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ગીરની અમૂલ્ય ધરોહર — આપણી જવાબદારી : સિંહની પજવણી અટકાવીએ અને ગીરને સ્વચ્છ તથા દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ : પરિમલભાઈ નથવાણી : જુઓ વિડિયો

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને રાજ્ય સભા સાંસદ,એક ઉત્કૃષ્ટ સિંહપ્રેમી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટરે અપીલ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ : રાજ્ય સભા સાંસદ,એક ઉત્કૃષ્ટ સિંહપ્રેમી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર

પરિમલભાઈ નથવાણીએ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને જણાવ્યું છે કે,આ વિશ્વ સિંહ દિવસે આવો સંકલ્પ લઈએ  સિંહની પજવણી અટકાવીએ અને ગીરને સ્વચ્છ તથા દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ.

ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું નથી.તે અસ્તિત્વની જંગ જીતવાનું જીવંત પ્રતીક અને આપણા પ્રાચીન કુદરતી વારસાની અમૂલ્ય ધરોહર છે.

આ ધરોહરને માત્ર જોવાની નહીં, સમજવાની, સન્માનવાની અને આવનારી પેઢીઓ માટે સાચવવાની જવાબદારી આપણી છે.

(11:09 AM IST)