<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

મિલ્કી મિસ્ટ નો ધમાકોઃ ૩૧.૨૬ ટકા CAGR સાથે ભારતની ઝડપી ગ્રોથવાળી ફૂડ કંપનીઓમાં સ્‍થાન

પેકેજ્‍ડ ફૂડ ઉદ્યોગમાં દક્ષિણ ભારતની ખૂબ જ નામાંકીત કંપનીનો આઈપીઓ આવતીકાલે ખુલશે, પ્રાઈસ બેન્‍ડ રૂ.૧૩૩ થી ૧૪૦ : રૂ.૧૫ હજાર મિલીયનથી વધુની આવકઃ ડેરી-પ્રીમિયમથી લઈ RTE-RTC સુધી પ્રોડક્‍ટ પોર્ટફોલીયો વિસ્‍તાર્યોઃ ફ્રોઝન ફુડ્‍સ, રેડી-ટુ-ઈટ અને રેડી-ટૂ-કૂક સંગમેન્‍ટમાં પણ એન્‍ટ્રી : મિલ્‍કી મિસ્‍ટ દ્વારા દુધ, ચિઝ, પનીર, બટર, દહીં, ઘી, યોગર્ટ, આઈસ્‍ક્રીમ સહિતની વસ્‍તુઓનું ઉત્‍પાદન

રાજકોઃ ભારતના પેકેજ્‍ડ ફૂડ ઉદ્યોગમાં દક્ષિણ ભારતની કંપની Milky Mist એ ટૂંકા સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી છે. 1Latticeના તાજેતરના રિપોર્ટ મુજબ, રૂ.૧૫,૦૦૦ મિલિયનથી વધુની આવક ધરાવતી કંપનીઓમાં Milky Mist નાણાકીય વર્ષ ૨૦૨૪ થી નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન ૩૧.૨૬% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક બની છે. તેમ કંપનીના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

‘મિલ્‍કી મિસ્‍ટ' કંપનીના ચેરમેન અને એમ.ડી.ટી.સતિષકુમાર, હોલ ટાઈમ ડીરેક્‍ટર અને ચીફ એક્‍ઝીક્‍યુટીવ ઓફીસર ડો.કે.રથનમ, ચીફ ફાઈનાન્‍સીયલ ઓફિસર બિશ્‍વજીથ મિશ્રા તથા નિતીન ટી.એસ. (સતિષકુમારના પુત્ર) ‘અકિલા'ના આંગણે આવ્‍યા હતા અને ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કંપની વિષે અને વિવિધ પ્રોડક્‍ટો વિષે માહિતી આપી હતી. કંપનીનો  આઈપીઓ આવતીકાલે ખુલી રહ્યો છે.

કંપનીએ શરૂઆતથી જ ડેરી ક્ષેત્રને પોતાનો મુખ્‍ય આધાર બનાવ્‍યો છે, પરંતુ સામાન્‍ય દૂધ-દહીં સુધી પોતાને સીમિત ન રાખતા મૂલ્‍યવર્ધિત અને પ્રીમિયમ પ્રોડક્‍ટ્‍સ પર ફોકસ કર્યું છે. આજના વ્‍યસ્‍ત જીવનમાં ગ્રાહકોને ગુણવત્તા સાથે સગવડ પણ જોઈએ છે એ વાતને સમજીને Milky Mist એ પોતાનો પ્રોડક્‍ટ પોર્ટફોલિયો સત વિસ્‍તાર્યો છે.

હાલ કંપની ચીઝ, પનીર, બટર, દહીં, ઘી, યોગર્ટ અને આઈસ્‍ક્રીમ જેવા પરંપરાગત ડેરી પ્રોડક્‍ટ્‍સ ઉપરાંત UHT ટેકનોલોજીવાળા લાંબી શેલ્‍ફ-લાઈફ ધરાવતા દૂધનું પણ ઉત્‍પાદન કરે છે. ડેરી ઉપરાંત કંપનીએ ફ્રોઝન ફૂડ્‍સ, રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક સેગમેન્‍ટમાં પણ મજબૂત એન્‍ટ્રી કરી છે. સાથે સાથે ચોકલેટ્‍સ જેવા કન્‍ફેક્‍શનરી પ્રોડક્‍ટ્‍સ પણ બજારમાં મૂક્‍યા છે. એટલે કે સવારના નાસ્‍તાથી લઈને રાતના ભોજન સુધી ગ્રાહકની દરેક જરૂરિયાત Milky Mist પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે.

બ્રાન્‍ડિંગની દ્રષ્ટિએ પણ કંપનીએ સ્‍માર્ટ વ્‍યૂહરચના અપનાવી છે. મુખ્‍ય Milky Mist બ્રાન્‍ડ ઉપરાંત SmartChef, Capella અને Misty Lite જેવી સબ-બ્રાન્‍ડ્‍સ દ્વારા અલગ-અલગ કન્‍ઝ્‍યુમર સેગમેન્‍ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધિને વધુ વેગ આપવા માટે કંપનીએ તાજેતરમાં 'Briyas' અને Asal જેવી બ્રાન્‍ડ્‍સનું અધિગ્રહણ પણ કર્યું છે.

ઉદ્યોગના નિષ્‍ણાતોનું માનવું છે કે પ્રીમિયમ અને કન્‍વીનિયન્‍સ ફૂડની વધતી માંગની વચ્‍ચે Milky Mistની ગ્રોથ સ્‍ટોરી અન્‍ય કંપનીઓ માટે પણ એક ઉદાહરણરૂપ છે. ગુણવત્તા, વિવિધતા અને ગ્રાહક કેન્‍દ્રિત અભિગમના કારણે જ આ કંપની આજે ભારતની મોટી FMCG અને ડેરી કંપનીઓને પણ સીધી ટક્કર આપી રહી છે.

મિલ્‍કી મિસ્‍ટ ડેરી ફૂડ લિમિટેડ તેના ઇક્‍વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, ૧૧ ઓગસ્‍ટના રોજ ખુલ્‍લી મુકશે. એન્‍કર ઇન્‍વેસ્‍ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, ૧૦ ઓગસ્‍ટ છે. બિડ/ઓફર ગુરુવાર, ૧૩ ઓગસ્‍ટ ૨૦૨૬ના રોજ બંધ થશે. ઓછામાં ઓછા ૧૦૭ ઇક્‍વિટી શેર અને ત્‍યારબાદ તેના ૧૦૭ શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. પ્રાઇસ બેન્‍ડ ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૧૩૩થી રૂ. ૧૪૦ નક્કી કરવામાં આવ્‍યો છે. આ ઓફરની કુલ સાઇઝ રૂ. ૨ની ફેસ વેલ્‍યુ ધરાવતા  સુધીના ઇક્‍વિટી શેરની છે, જેની કુલ કિમત રૂ. ૧૫,૫૩૦.૦૦ મિલિયન સુધી રહેશે. તેમ જણાવાયું છે.

(2:29 PM IST)