<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સાઉદી અરબમાં સોફા ફેક્‍ટરીમાં ભીષણ આગ, ૧૬ બાંગ્‍લાદેશી શ્રમિકોના મોત

રિયાધ તા.૧૦: સાઉદી અરબમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સાઉદી અરબના રિયાધ સ્‍થિત મૂસા સનૈયા વિસ્‍તારમાં એક સોફા ફેક્‍ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગમાં ૧૬ બાંગ્‍લાદેશી શ્રમિકોના કરુણ મોત નિપજ્‍યા છે. સોમવારે બાંગ્‍લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા મૃતકોના પરિવારો પ્રત્‍યે ઊંડો શોક અને સંવેદના વ્‍યક્‍ત કરી છે.

મંત્રાલયે રવિવારે બનેલી આ ઘટના અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંવેદના વ્‍યક્‍ત કરી છે. આ સાથે જ નુકસાનની આ મુશ્‍કેલ ઘડીમાં મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહયોગ અને એકજૂથતાનું આશ્વાસન આપ્‍યું છે. તેમાં વધુમાં કહ્યું કે, તેમણે મૃતકોના શોકગ્રસ્‍ત પરિવારજનો પ્રત્‍યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્‍યક્‍ત કરી અને આ ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ તેમજ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી.

(2:53 PM IST)