<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

રશિયાના તાતારસ્‍તાનમાં યુક્રેનિયન ડ્રોનના પ્રહારથી ૧૨ના મોતઃ તેલ રિફાઇનરી તબાહ

નવી દિલ્‍હી, તા.૧૦: યુક્રેન સરહદથી આશરે ૧,૨૦૦ કિલોમીટર દૂર રશિયાના તાતારસ્‍તાન પ્રદેશમાં આવેલા મહત્‍વપૂર્ણ તેલ રિફાઇનરી હબ નિઝ્‍નેકામસ્‍ક પર યુક્રેનિયન ડ્રોને રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરીને તાંડવ મચાવ્‍યું હતું. આ ભીષણ હુમલામાં ૧૨ લોકોના કરૂણ મોત નીપજ્‍યા છે જ્‍યારે ૩૯થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તાતારસ્‍તાનના વડા રુસ્‍તમ મિન્નીખાનોવ અને મેયર રાદમીર બેલ્‍યાયેવે પુષ્ટિ કરી છે કે ડ્રોન સીધા ઔદ્યોગિક અને નાગરિક સુવિધાઓ પર ત્રાટકયા હતા, જેના કારણે વિશાળ તેલ રિફાઇનરી કમ્‍પાઉન્‍ડમાં ભીષણ આગ અને તબાહીના દ્રશ્‍યો સર્જાયા હતા. સરહદથી આટલા દુર સુરક્ષા કવચને ભેદીને રશિયાના આર્થિક અને ઊર્જા આધારસ્‍તંભ પર -હાર કરીને યુક્રેને સાબિત કરી દીધું છે કે તે રશિયન ભૂમિ પર ગમે ત્‍યાં ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.

(3:19 PM IST)