ઝારખંડમાં વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જનો ઘેરો પડઘોઃ ભાજપનું રાજ્યવ્યાપી બંધ શરૂ

રાંચીમાં જેપીએસસી અને જેએસએસસીની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ તથા પેપર લીકના મુદ્દે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. સોમવારે આંદોલનના ૧૭મા દિવસે હજારો ઉમેદવારો વિધાનસભા તરફ કૂચ કરતાં પોલીસે બેરિકેડ ગોઠવ્યા હતા. કેટલાક દેખાવકારો બેરિકેડ પાર કરતાં પાણીનો મારો, અશ્રુવાયુ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ જેએસએસસી સંયુક્ત સ્નાતક સ્તરની પરીક્ષા અંગે કેન્દ્રીય તપાસ, કેટલીક ભરતી પરીક્ષાઓ રદ કરવા અને ભરતી પ્રક્રિયામાં વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો નવ દિવસથી ભૂખ હડતાળ ઉપર હતા અને તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસનું કહેવું છે કે પથ્થરમારામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી હેમંત સોરેને શાંતિ જાળવવા અપીલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
