<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

પ.બંગાળ ચૂંટણી વિવાદઃ મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

દરેક બ્‍લોકમાં ટ્રિબ્‍યુનલ સ્‍થાપી અપીલોનો ઝડપી નિકાલ કરવા માગઃ ચૂંટણી પંચને ફટકારી નોટિસ : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી કડક જવાબ માંગ્‍યો

કોલકાતા, તા.૧૧: પヘમિ બંગાળમાં હાથ ધરવામાં આવેલી સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન પ્રક્રિયા હવે દેશની સર્વોચ્‍ચ અદાલતના દરવાજે પહોંચી છે. મતદાર યાદીઓની સુધારણા દરમિયાન લાખો નાગરિકોના નામો અચાનક ગાયબ થઈ જતાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટો હોબાળો મચ્‍યો છે. પોતાના મતાધિકારથી વંચિત રહી ગયેલા મતદારોની ફરિયાદોનો યોગ્‍ય નિકાલ ન થતાં મામલો ગંભીર બન્‍યો છે. આ સ્‍થિતિ વચ્‍ચે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને નોટિસ ફટકારીને આ સમગ્ર વિવાદમાં અત્‍યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો સ્‍પષ્ટ અને વિગતવાર જવાબ માંગ્‍યો છે.

ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વિશેષ બેન્‍ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આ સુનાવણી કરી હતી. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પヘમિ બંગાળના દરેક બ્‍લોક સ્‍તરે ત્‍વરિત SIR ટ્રિબ્‍યુનલની સ્‍થાપના કરવામાં આવે જેથી મતાધિકાર ગુમાવનાર નાગરિકોની અપીલનો સમયસર અને પારદર્શી નિકાલ થઈ શકે. સર્વોચ્‍ચ અદાલતે આ બાબતને અત્‍યંત ગંભીરતાથી લેતા ચૂંટણી પંચને નિર્દેશ આપ્‍યો છે કે સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન હેઠળ રજૂ થયેલી તમામ અપીલોની વર્તમાન સ્‍થિતિ અને તેના ઉકેલ અંગેની વિગતો તાત્‍કાલિક અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે.

અદાલતના આ આદેશ બાદ હવે ચૂંટણી પંચ પર ઝડપી કામગીરી કરવાનું દબાણ વધ્‍યું છે. સર્વોચ્‍ચ અદાલતે આ સમગ્ર મામલાની આગળની સુનાવણી ઓગસ્‍ટના અંતમાં નિયત કરી છે, જ્‍યાં પંચ દ્વારા સબમિટ કરવામાં આવનાર રિપોર્ટના આધારે આગળનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવાશે. આ ચુકાદો માત્ર પヘમિ બંગાળ જ નહીં પરંતુ દેશભરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની પારદર્શિતા અને નાગરિકોના લોકશાહી અધિકારોના રક્ષણ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(3:52 PM IST)