હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રથમ ૩ બાળકો વખતે રજા ન લીધી હોય તો પણ ચોથા બાળકના જન્મ પર પ્રસુતિ રજા નહીં મળે
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો : અરજદારની અરજી ફગાવીને કોર્ટે રાજ્યના સરકારી નિયમોનું પાલન કરવાનું અનિવાર્ય ગણાવ્યું

પ્રયાગરાજ, તા.૧૧: બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીને ચોથા બાળકની ડિલિવરી માટે પ્રસૂતિ રજા મળી શકે નહીં, ભલે તેણે અગાઉના બાળકો માટે આ લાભ ન લીધો હોય, તેવો મહત્વનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો છે. ન્યાયાધીશ મંજુ રાની ચૌહાણની સિંગલ બેન્ચે શશી કુમારી નામના મહિલા કર્મચારી દ્વારા ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ રજા વિનંતી નકારવાના સરકારી આદેશને પડકારતી અરજી ફગાવી દેતાં આ સ્પષ્ટતા કરી છે.
અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે અરજદારે તેના પહેલા ત્રણ બાળકોના જન્મ સમયે કોઈ પ્રસૂતિ રજા લીધી ન હતી અને તે પ્રથમ વખત જ પોતાના ચોથા બાળક માટે છ મહિનાની રજા માંગી રહી હોવાથી ઇનકાર કરવો ગેરકાયદેસર છે. જોકે, રાજ્ય સરકારે નાણાકીય હેન્ડબુકના પ્રકરણ ૧૦ નો હવાલો આપી રજૂઆત કરી હતી કે નિયમો અનુસાર બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવનાર કર્મચારીને પ્રસૂતિ રજા મળવાપાત્ર નથી.
હાઈકોર્ટે રાજ્ય સરકારની દલીલો અને કાનૂની જોગવાઈઓને ગ્રાહ્ય રાખતાં સ્પષ્ટ કર્યું કે રજાની પાત્રતા બાળકોની સંખ્યા અને જીવિતતા પર નિર્ભર કરે છે, ભૂતકાળમાં લાભ લીધો છે કે નહીં તેના પર નહીં. આ સાથે જ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને અરજી સાથે મૂળ દસ્તાવેજોના બદલે ભૂલો ભરેલી ટાઈપ કરેલી નકલો જોડવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી યોગ્ય પ્રક્રિયા જાળવવા નિર્દેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
