તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
ગ્રીન મોબિલિટી પર લાગી બ્રેક: જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦ ઈ-બસો છતાં ઈલેક્ટ્રિક વાહનોની ગતિ મંદ; ચાર્જિંગ સ્ટેશનોની અછત અને નીતિગત વિલંબ મુખ્ય રોડાં
હાઇવે પર બ્રેકડાઉન સિસ્ટમનો અભાવ અને નીતિની અસ્પષ્ટતાના કારણે ખાનગી ટ્રાન્સપોર્ટરો ઈ-બસો ખરીદવામાં ઉદાસીન, જ્યારે ગ્રાહકોમાં ઈ-ઓટો અને ટુ-વ્હીલર્સનો ક્રેઝ

જમ્મુ: તા.૧૧ — સમગ્ર દેશમાં જ્યારે ઈલેક્ટ્રિક વાહનો (EVs) ની ક્રાંતિ ઝડપથી વેગ પકડી રહી છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઈલેક્ટ્રિક મોબિલિટીનો માર્ગ હજુ પણ લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ અને યોજનાઓ વચ્ચે અટવાયેલો જોવા મળી રહ્યો છે. પ્રદેશમાં ૨૦૦ જેટલી ઈ-બસો અને ૨૯૫ ચાર્જિંગ સ્ટેશનોના આયોજન છતાં વાસ્તવિક ધાતલ પર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભારે અભાવ છે. હાઇવે અને દૂરના પહાડી વિસ્તારોમાં જો ઈલેક્ટ્રિક વાહન બંધ પડી જાય (બ્રેકડાઉન થાય), તો તેને ઉકેલવા માટે હાલ કોઈ સક્ષમ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, જેના કારણે ઈ-મોબિલિટીની ગતિ ધીમી પડી ગઈ છે.
ખાનગી ટ્રાન્સપોર્ટરો શા માટે દૂર ભાગી રહ્યા છે?
ચાર્જિંગ સ્ટેશનોની અછત, તાલીમબદ્ધ કર્મચારીઓનો અભાવ અને નીતિગત વિલંબના કારણે ખાનગી ટ્રાન્સપોર્ટરો કરોડો રૂપિયાના રોકાણવાળી ઈ-બસો ખરીદવામાં બિલકુલ રસ દાખવી રહ્યા નથી. જોકે, બીજી તરફ સ્થાનિક ગ્રાહકો પોતાના અંગત અને સ્થાનિક વપરાશ માટે ઈ-ઓટો, ઈ-રિક્ષા અને ઈ-ટુ-વ્હીલર્સ ખરીદવામાં મોટો ઉત્સાહ બતાવી રહ્યા છે.
વાણિજ્યિક વાહનો પર સરકારનું વિશેષ ધ્યાન અને કર રાહતો
જમ્મુ-કાશ્મીરમાં જાહેર પરિવહનને સંપૂર્ણપણે ઈલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા સરકાર સતત પ્રયાસરત છે. વાણિજ્યિક ઈલેક્ટ્રિક વાહનો માટેના નિયમો ખાનગી ક્ષેત્ર કરતાં વધુ કડક પરંતુ સબસિડી અને કર રાહતની દ્રષ્ટિએ ફાયદાકારક બનાવાયા છે. સંપૂર્ણ EV નીતિ હજુ પણ વહીવટી સ્તરે આખરી ઓપ મેળવી રહી હોવા છતાં, પરિવહન વિભાગે પ્રમોશન માટે અનેક રાહતો અને માર્ગદર્શિકાઓ જાહેર કરી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પષ્ટ રોડમેપની તાતી જરૂરિયાત
પ્રદેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વ્યાપક ઉપયોગ માટે સૌથી મોટો પડકાર યોગ્ય અને ચાર્જિંગ પોઇન્ટ્સનું મજબૂત નેટવર્ક ઊભું કરવાનો છે. જ્યાં સુધી હાઇવે અને મુખ્ય માર્ગો પર ઝડપી ચાર્જિંગ પોઇન્ટ્સ અને સર્વિસ સપોર્ટ ઉપલબ્ધ નહીં થાય, ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં ઈ-મોબિલિટીનું સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર થવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
