કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
કેમ્બ્રિજ જૂન ૨૦૨૬ ના પરિણામો જાહેર: ભારતમાંથી ૪૦,૦૦૦ થી વધુ નોંધણીઓ સાથે ૧૧% નો મોટો ઉછાળો; AS અને A-લેવલમાં ૧૫% નો વધારો
ભારતીય વિદ્યાર્થીઓમાં ગણિત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સૌથી લોકપ્રિય વિષયો; IGCSE અને O-લેવલના પરિણામો ૧૮ ઓગસ્ટે જાહેર થશે

નવી દિલ્હી: તા.૧૧ : કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા જૂન ૨૦૨૬ ની પરીક્ષા શ્રેણીના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે ભારતમાંથી ૪૦,૦૦૦ થી વધુ પ્રવેશો (Entries) નોંધાયા છે, જે જૂન ૨૦૨૫ ની સરખામણીએ ૧૧ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ ઉપરાંત, ભારતમાં કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ AS અને A-લેવલની પરીક્ષાઓ માટેની નોંધણીમાં ૧૫ ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.
વૈશ્વિક સ્તરે, ૩,૪૯૨ શાળાઓના આશરે ૩,૬૮,૦૦૦ વિદ્યાર્થીઓ જૂન ૨૦૨૬ ના AS અને A-લેવલના પરિણામો મેળવી રહ્યા છે, જેમાં વૈશ્વિક સ્તરે ગયા વર્ષ કરતાં ૫ ટકાનો વધારો થયો છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં STEM અને સાયન્સ વિષયોનું ઘેલું
પરિણામોના વિશ્લેષણ અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને બિઝનેસ સંબંધિત વિષયો પ્રત્યે ભારે આકર્ષણ જોવા મળ્યું છે.
કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ AS અને A-લેવલ ક્ષેત્રે ભારતમાં સૌથી લોકપ્રિય વિષયોમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry), અર્થશાસ્ત્ર (Economics) અને બિઝનેસનો સમાવેશ થાય છે. જ્યારે IGCSE સ્તરે 'ફર્સ્ટ લેંગ્વેજ ઈંગ્લિશ' બાદ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી સૌથી વધુ પસંદગીના વિષયો રહ્યા છે.
કેમ્બ્રિજ શિક્ષણ મંડળનું નિવેદન
કેમ્બ્રિજના દક્ષિણ એશિયાના વરિષ્ઠ ઉપપ્રમુખ વિનય શર્માએ જણાવ્યું હતું કે, આ પરિણામો દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે વિષયના ઊંડાણપૂર્વકના જ્ઞાન, અનુકૂલનક્ષમતા અને વ્યવહારુ કૌશલ્યોને વધુ મહત્વ આપી રહ્યા છે. તેમણે નોંધ્યું કે માર્ચ ૨૦૨૬ ની પરીક્ષા શ્રેણીમાં પણ એકંદર પ્રવેશોમાં ૭ ટકા અને A-લેવલમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો હતો.
યુકે યુનિવર્સિટીઓ માટે સીધો માર્ગ
UCAS ના તાજેતરના ડેટા અનુસાર, ૨૦૨૫ ના એપ્લિકેશન ચક્રમાં યુકે (UK) ની યુનિવર્સિટીઓમાં અરજી કરનારા કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ A-લેવલના ૯૮% વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી એક ઓફર લેટર પ્રાપ્ત થઈ હતી. કેમ્બ્રિજના ડિરેક્ટર કેવિન એબેનેઝરના જણાવ્યા અનુસાર, આ લાયકાત વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણની માંગ માટે સક્ષમ બનાવે છે.
IGCSE અને O-લેવલના પરિણામો ૧૮ ઓગસ્ટે
હાલમાં AS અને A-લેવલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કેમ્બ્રિજ IGCSE અને O-લેવલની પરીક્ષા આપનારા વિશ્વભરની ૪,૯૪૯ શાળાઓના ૩,૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામો ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
