હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેપર લીક માફિયાઓ સામે ED નો પ્રચંડ પ્રહાર: 'મારું રાજ્ય, તમારું રાજ્ય' નહીં ચાલે : સમગ્ર દેશમાં મની લોન્ડરિંગની તપાસ શરુ
NEET થી લઈને JPSC સુધીના કૌભાંડોમાં ઇડીનો મોટો ધડાકો: રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ECIR નોંધાઈ: કડક કાયદા હેઠળ દોષિતોને ૧૦ વર્ષની જેલ અને ₹૧૦ કરોડ સુધીના દંડની જોગવાઈ

નવી દિલ્હી: દેશભરમાં સતત સામે આવી રહેલા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કૌભાંડો અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી રમત સામે કેન્દ્ર સરકારે હવે સર્જિકલ સ્ટ્રાઈક જેવું વલણ અપનાવ્યું છે. NEET અને JPSC જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર મંતરથી લઈને રાંચીના રસ્તાઓ પર ઉગ્રે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ગંભીર બનતા હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલે સીધી એન્ટ્રી કરી લીધી છે અને પેપર ફોડનારા માફિયાઓ સામે સમગ્ર ભારતમાં એક સાથે મની લોન્ડરિંગ અને નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી દીધી છે.
કેન્દ્ર સરકાર તરફથી મળેલા સ્પષ્ટ નિર્દેશો બાદ ED એ તમામ રાજ્યોને કડક સંદેશ આપ્યો છે કે પેપર લીકના મુદ્દે "મારું રાજ્ય, તમારું રાજ્ય" ની રાજનીતિ કે સરહદી સીમાઓ હવે નહીં ચાલે. એજન્સીએ રાજસ્થાન, હરિયાણા, અસમ (ગુવાહાટી), બિહાર (પટણા), કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં નોંધાયેલી પોલીસ FIR ને પોતાના કબજામાં લઈને ECIR (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ) દાખલ કરી દીધા છે. ED હવે મુખ્યત્વે પરીક્ષાના પેપર વેચીને એકત્ર કરવામાં આવેલી 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' (ગુનાની કાળી કમાણી), હવાલા નેટવર્ક અને બેંક ટ્રાન્સફરની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
બીજી તરફ, સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલ 'જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનો નિવારણ) સુધારા કાયદો, ૨૦૨૬' આ ઝુંબેશમાં સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. આ નવા કાયદા હેઠળ પેપર લીકની તપાસ વધુમાં વધુ બે મહિનામાં પૂર્ણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. સંગઠિત ગુનાખોરી આચરનાર કૌભાંડીઓને ઓછામાં ઓછી ૭ થી ૧૦ વર્ષની આકરી જેલસજા અને ₹૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. ED ની આ આક્રમક કાર્યવાહીથી દેશભરના પેપર લીક માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
