હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય ભાગ છે અને રહેશે': ચીનના નાપાક દાવાઓ સામે ભારતનો સણસણતો જવાબ!
ચીન દ્વારા સ્થળોના નામ બદલવાના પ્રયાસોને વિદેશ મંત્રાલયે પાયાવિહોણા ગણાવી ફગાવ્યા; ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - 'કોઈ આ સત્યને બદલી શકશે નહીં'

નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલીને પોતાનો દાવો ઠોકી બેસાડવાના ચીનના નીચ પ્રયાસો સામે ભારતે ફરી એકવાર આકરો અને સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે. વિદેશ મંત્રાલયે મંગળવારે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. સરહદી વિસ્તારોમાં નામ બદલવાની ચીનની આડતિયા રાજનીતિને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે.
રણધીર જયસ્વાલની ચીનને કડક ચેતવણી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મહત્વપૂર્ણ મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હું ફરી એકવાર એ વાસ્તવિકતાનું પુનરાવર્તન કરવા માંગુ છું કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને આ એક સ્વયંસ્પષ્ટ હકીકત છે. આ નિર્વિવાદ અને અટલ સત્યને ચીન કે અન્ય કોઈ પણ દેશ ગમે તેટલા પ્રયાસો કરે તો પણ બદલી શકશે નહીં."
સરહદ પર શાંતિ અને સ્થિરતા પર ભારતનો ભાર
ચીન અવારનવાર અરુણાચલ પ્રદેશના પ્રદેશો પર પોતાનો દાવો કરવા માટે નકશાઓ જાહેર કરીને કે સ્થળોના નામ ચીની ભાષામાં બદલીને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે. જોકે, ભારતે આ તમામ સસ્તા નુસખાઓને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે કાલ્પનિક નામો રાખવાથી જમીની વાસ્તવિકતા બદલાઈ જતી નથી. ભારતે સરહદી વિસ્તારોમાં શાંતિ, સ્થિરતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દોહરાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
