હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-ચીન સરહદ વાટાઘાટો: "LAC પર પૂર્ણ શાંતિ વિના દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ અશક્ય": ભારતે ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ
નવી દિલ્હીમાં યોજાયેલી WMCC ની ૩૬મી બેઠકમાં સરહદ સીમાંકન : ટ્રાન્સ-બોર્ડર નદીઓના પાણી અને લશ્કરી સંવાદ પર ગંભીર મંથન : ૨૦૨૦ના વિવાદ બાદ શાંતિ બહાલ કરવા બંને દેશો રાજદ્વારી ચેનલો સક્રિય રાખવા સંમત

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટેની કાર્યકારી પદ્ધતિ ની ૩૬મી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજીત ઘોષે કર્યું હતું, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ હૌ યાન્કીએ કર્યું હતું. ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સ્થિરતા જાળવ્યા વિના બંને દેશો વચ્ચેના વ્યાપક વેપારી કે રાજકીય સંબંધો આગળ વધી શકે નહીં.
બેઠક દરમિયાન ૨૪મી ખાસ પ્રતિનિધિ (SR) વાટાઘાટોના આધારે સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન અને ટ્રાન્સ-બોર્ડર નદીઓના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારતે ચીન સમક્ષ અપસ્ટ્રીમ વિસ્તારોમાં ચાલતા વોટર પ્રોજેક્ટ્સ અંગે ટેકનિકલ ડેટા શેર કરવાની અને નિષ્ણાત-સ્તરની બેઠક તાત્કાલિક બોલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીના પ્રવાહને કોઈ અસર ન પહોંચે. બંને પક્ષો સ્થાનિક કમાન્ડર-સ્તરની બેઠકો અને અન્ય લશ્કરી ચેનલો દ્વારા ગેરસમજો દૂર રાખવા સંમત થયા હતા.
૨૦૨૦ના સરહદી સ્ટેન્ડઓફ બાદ ધીમે ધીમે સુધરતા સંબંધો વચ્ચે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ સમજૂતી કરશે નહીં. આગામી દિવસોમાં યોજનારી ૨૫મી ખાસ પ્રતિનિધિ સંવાદ બેઠક પર સૌની નજર રહેશે, જે ભારત-ચીન સરહદ વિવાદના ઉકેલ માટે આગળનો રોડમેપ નક્કી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
