હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાક કબજાવાળા કાશ્મીરમાં ‘અસંતોષનો જવાબ ગોળીઓથી અપાઈ રહ્યો છે’ : પાકિસ્તાન પર ભારતનો આકરો પ્રહાર
ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ પાકિસ્તાનની કાર્યવાહી ઉપર નજર રાખવા અને તેને જવાબદાર ઠેરવવા જણાવ્યું

નવી દિલ્હી : પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને સુરક્ષા દળોની કાર્યવાહી મુદ્દે ભારતે પાકિસ્તાનની ફરી આકરી ઝાટકણી કાઢી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉપર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ મૂકતા કહ્યું છે કે લોકોના અસંતોષ અને તેમની વાજબી માંગણીઓનો જવાબ બળપ્રયોગથી આપવામાં આવી રહ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ પાકિસ્તાનની કાર્યવાહી ઉપર નજર રાખવા અને તેને જવાબદાર ઠેરવવા જણાવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના ૪ ઓગસ્ટના સત્તાવાર મીડિયા બ્રીફિંગમાં પાક કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાની દળોની કાર્યવાહીમાં ૯૦ લોકો માર્યા ગયાનું ભારતે જણાવ્યું હતું. બીજી તરફ આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં અલગ અલગ તબક્કાની હિંસામાં મૃત્યુઆંક અંગે જુદા આંકડા સામે આવ્યા છે અને પાકિસ્તાની સત્તાવાળાઓએ એકંદર સત્તાવાર મૃત્યુઆંક જાહેર કર્યો નથી.
તાજેતરમાં ચૂંટણી અને રાજકીય-આર્થિક માગોને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ, માર્ગ અવરોધ અને સુરક્ષા કાર્યવાહી અંગે પણ અહેવાલો સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી પણ શાંતિપૂર્ણ દેખાવકારો સામેની કાર્યવાહી માટે જવાબદારી નક્કી કરવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાન પોતાની શાસકીય નિષ્ફળતાઓ છુપાવવા માટે લોકોના અસંતોષને દબાવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
