હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th August 2026
દેશના 16 જેટલા રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જારી : હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 'રેડ એલર્ટ'
દિલ્હી-NCR સહિત ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : હવામાન વિભાગ દ્વારા દેશના 16 જેટલા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી-NCR સહિત ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ સતર્ક રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ (UP) અને બિહારમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, તેમજ દક્ષિણ ભારતના તમિલનાડુમાં પણ આગામી ૧૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
