હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાદવામાં આવ્યો : આજ રાતથી ઇંધણ મોંઘું થશે
નવા સેસના અમલથી પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલની કિંમતોમાં લિટર દીઠ ૬૦ પૈસાનો વધારો : ૧૨ ઓગસ્ટની મધ્યરાત્રિથી નવો ભાવ વધારો અમલી બનશે

શિમાલ: હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇંધણ પર 'અનાથ અને વિધવા સેસ' વધારવાનો આદેશ જારી કર્યો છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો બોજ પડશે.
સરકાર દ્વારા લાદવામાં આવેલા આ નવા વિશેષ સેસના કારણે રાજ્યમાં પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર ૬૦ પૈસા (₹૦.૬૦) નો વધારો થશે. એટલે કે હવેથી હિમાચલ પ્રદેશમાં વાહનચાલકો અને ગ્રાહકોએ એક લિટર ઇંધણ ખરીદવા માટે અગાઉના ભાવ કરતાં ૬૦ પૈસા વધુ ચૂકવવા પડશે.
આ નવો સેસ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ની મધ્યરાત્રિ એટલે કે બુધવારે રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે અસરકારક બની જશે. રાત્રે ૧૨ વાગ્યા પછી રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર નવા વધારેલા દર મુજબ ઇંધણનું વેચાણ શરૂ થઈ જશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા આ નવા સેસમાંથી પ્રાપ્ત થનારી આવકનો ઉપયોગ રાજ્યમાં સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓ અને અનાથ તથા વિધવાઓના કલ્યાણકારી કાર્યો માટે કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
