<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

વિદ્યાર્થી આંદોલન વચ્ચે બોલિવૂડમાં શબ્દયુદ્ધ : નસીરુદ્દીનના ‘કૂતરા’વાળા કટાક્ષ પર કંગના રનૌતનો તીખો પલટવાર

પીયૂષ મિશ્રાએ જેપીએસસી મુદ્દે મૌનનો સવાલ ઉઠાવ્યો; કંગનાએ નસીરુદ્દીનને ‘શિયાળ’ કહી વિવાદ વધુ ભડકાવ્યો

મુંબઈ:વિદ્યાર્થી આંદોલન અંગે બોલિવૂડના કલાકારોના મૌનને લઈને શરૂ થયેલી ચર્ચા હવે નસીરુદ્દીન શાહ, પીયૂષ મિશ્રા અને કંગના રનૌત વચ્ચેના તીખા શબ્દયુદ્ધમાં ફેરવાઈ છે. નસીરુદ્દીનના અગાઉના ‘મોંમાં હાડકું હોય તો કૂતરો બોલી શકતો નથી’ પ્રકારના કટાક્ષનો પીયૂષ મિશ્રા અને ત્યારબાદ કંગનાએ વળતો જવાબ આપ્યો છે. 

 

દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો હવે ફિલ્મ જગતમાં પણ રાજકીય-વૈચારિક ટકરાવનું કારણ બન્યા છે. નસીરુદ્દીન શાહે અગાઉ પરીક્ષા અને વિદ્યાર્થી આંદોલન અંગે ચૂપ રહેલા ફિલ્મી કલાકારોને નિશાન બનાવતાં ‘મોંમાં હાડકું’ ધરાવતા કૂતરાનું રૂપક વાપર્યું હતું. હવે ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાની કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે પીયૂષ મિશ્રાએ પ્રશ્ન ઉઠાવ્યો કે અગાઉ બોલનારાઓમાંથી કેટલાક હવે શા માટે મૌન છે. 

 

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ દ્વારા નસીરુદ્દીન શાહ ઉપર આકરો પ્રહાર કર્યો. તેમણે પોતાને દેશ પ્રત્યે વફાદાર ગણાવતાં નસીરુદ્દીન અંગે અત્યંત કડક રાજકીય આરોપો કર્યા અને તેમને ‘શિયાળ’ તરીકે સંબોધ્યા. 

 

ઝારખંડનું મૂળ વિદ્યાર્થી આંદોલન જેપીએસસી-જેએસએસસી પરીક્ષાની કથિત ગેરરીતિઓની તપાસ અને સુધારા જેવી માગોને લઈને ચાલી રહ્યું છે. 

(11:41 PM IST)