હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આવતીકાલે આકાશમાં મહાખેલ : વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, ગ્રીનલૅન્ડથી સ્પેન સુધી સૂર્ય ઢંકાશે
ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં : અહીં રાત હશે ત્યારે ચંદ્રની છાયા પૃથ્વી પર દોડશે; નાસા કરશે જીવંત પ્રસારણ

નવી દિલ્હી: બુધવાર, ૧૨ ઓગસ્ટે વર્ષ ૨૦૨૬નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થશે. ગ્રીનલૅન્ડ, આઇસલેન્ડ, ઉત્તર રશિયા, એટલાન્ટિક, સ્પેન અને પોર્ટુગલના નાનકડા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. ભારત તેના દૃશ્યક્ષેત્રમાં નથી અને ઘટનાના સમયે અહીં રાત્રિ હોવાથી ગ્રહણ દેખાશે નહીં.
ખગોળપ્રેમીઓ માટે ૧૨ ઓગસ્ટની રાત વિશેષ બનવાની છે. નાસાના સત્તાવાર નકશા મુજબ પૂર્ણ ગ્રહણનો પટ્ટો ઉત્તર રશિયા, ગ્રીનલૅન્ડ, આઇસલેન્ડ, ઉત્તર સ્પેન અને પોર્ટુગલના અતિ નાનકડા હિસ્સામાંથી પસાર થશે. કેનેડા, યુરોપના મોટા ભાગ, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા અને અમેરિકાના કેટલાક વિસ્તારમાં આંશિક ગ્રહણ દેખાશે.
વૈશ્વિક ઘટનાને ભારતીય પ્રમાણ સમય પ્રમાણે ગણીએ તો આંશિક તબક્કાની શરૂઆત આશરે રાત્રે ૯.૦૫ વાગ્યે, પૂર્ણ ગ્રહણનો તબક્કો આશરે ૧૦.૨૯ વાગ્યે, મહત્તમ ગ્રહણ લગભગ ૧૧.૧૭ વાગ્યે થશે. પૂર્ણ તબક્કો મધરાત પછી આશરે ૧૨.૦૫ વાગ્યે સમાપ્ત થશે અને આખી ગ્રહણ પ્રક્રિયા લગભગ ૧.૨૯ વાગ્યે પૂરી થશે. ભારતમાં આ સમયે સૂર્ય ક્ષિતિજની નીચે હોવાથી અહીંથી ગ્રહણ જોવાનું શક્ય નહીં બને.
ભારતમાં ગ્રહણ દૃશ્યમાન ન હોવાથી પરંપરાગત ધાર્મિક માન્યતા પ્રમાણે સૂતક માનવામાં આવતું નથી. નાસા ઓનલાઇન જીવંત પ્રસારણ કરશે. જ્યાં ગ્રહણ દેખાય ત્યાં પ્રમાણિત સૂર્યદર્શન ચશ્મા વિના સૂર્ય તરફ સીધું જોવું જોખમી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
