News of Wednesday, 12th August 2026
ફૂટબોલર રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે કર્યા લગ્ન કર્યા
૧૦ વર્ષથી એક-બીજાને કરી રહ્યા હતાં ડેટઃ રોનાલ્ડો ૪ સંતાનોનો પિતા પણ છે

લિસ્બન, પોર્ટુગલ,તા.૧૨: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝ સાથે પોર્ટુગલમાં લગ્નના તાતણે બંધાયો છે. તેમના લગ્ન વર્ષોથી અટકળોનો વિષય હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દંપતીએ મંગળવારે સિવિલ મેરેજ (કોર્ટ મેરેજ) કર્યા હતા. તેઓ ૨૦૧૬માં મેડ્રિડમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ સાથે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની વીંટીઓ બતાવી રહ્યાં છે.
રોનાલ્ડો અને જોર્જિનાએ આજથી બરાબર એક વર્ષ પહેલા, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સગાઈ કરી હતી. તે સમયે, જોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈની વીંટીનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું, હા, હું તમને પ્રેમ કરું છું. આ જિદગીમાં અને આવનારી તમામ જિદગીમાં.
રોનાલ્ડો અને જોર્જિના નવ વર્ષ (૨૦૧૬) થી એક બીજાને ડેટિગ કરી રહ્યા છે. તેઓએ ૨૦૧૭ની શરૂઆતમાં તેમના સંબંધની પુષ્ટિ કરી હતી અને પહેલીવાર ઝુરિચમાં ફિફા ફૂટબોલ એવોર્ડ્સમાં સાથે દેખાયા હતા.
રોનાલ્ડો તાજેતરમાં પોર્ટુગલ માટે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં રમ્યો હતો. જુલાઈમાં સ્પેન સામે રાઉન્ડ ઓફ ૧૬માં હાર્યા બાદ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. સ્પેન ૧-૦ થી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. આ મેચ પહેલા, રોનાલ્ડોએ જાહેરાત કરી હતી કે, આ તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ હશે. મેચ બાદ, તે ઉદાસ ચહેરા અને આંખોમાં આંસુ સાથે મેદાન છોડીને જતો જોવા મળ્યો હતો.
વિશ્વ કપમાં રોનાલ્ડોના ડેબ્યૂ બાદ પોર્ટૂગલે ૨૦૦૬માં ચોથું સ્થાન હાંસલ કર્યુ હતું. ૨૦૧૦માં ટીમ રાઉન્ડ ઓફ ૧૬ સુધી પહોંચી હતી, જ્યારે ૨૦૧૪માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. રોનાલ્ડોની ફિફા વર્લ્ડ કપ કારકિર્દી ૨૭ મેચ સાથે સમાપ્ત થઈ, જે કોઈ ખેલાડી માટે સૌથી વધુ વર્લ્ડ કપમાં મેચમાં બીજા ક્રમનું સ્થાન છે. તેણે વર્લ્ડ કપમાં કુલ ૧૧ ગોલ કર્યા.
જોર્જિના એક સ્પેનિશ મોડેલ અને સોશિયલ મીડિયા એન્ફલૂએન્સર છે. તેમના ચાર બાળકો છે. ઈવા મારિયા અને માતેઓનો જન્મ ૨૦૧૭ માં સરોગસી દ્વારા થયો હતો.
૨૦૧૭માં, જોર્જિનાએ ૨૦૨૨માં પુત્રી અલાના માર્ટિના અને બેલા એસ્મેરાલ્ડાને જન્મ આપ્યો. રોનાલ્ડોનો એક પુત્ર પણ છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર, જેનો જન્મ ૨૦૧૦ માં થયો હતો.
ગયા વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ, રોનાલ્ડોએ ક્રોએશિયા સામેની મેચમાં પોતાનો ૯૦૦મો કારકિર્દી ગોલ કર્યો, આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. આ પ્રબળ સિદ્ધી હાંસલ કર્યા પછી, રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર તેની ફૂટબોલ સફરની ક્લિપ શેર કરી.
વિડિઓ શેર કરતા, રોનાલ્ડોએ તેના બધા ચાહકોનો આભાર માન્યો અને કહ્યું કે તેણે લાંબા સમયથી આ સ્વપ્નને પ્રેમ કર્યો હતો, જે હવે પૂર્ણ થયું છે. તેને હજુ પણ કેટલાક વધુ સપના પૂરા કરવાના છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
