હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થાઈલેન્ડમાં ૫,૫૨,૯૯૩ કેસ HIVના પોઝિટીવ કેસ મળી આવ્યા
દેશમાં બેંગકોક ૮૮,૫૩૫ કેસ સાથે ટોચ પર ૧૫ થી ૨૪ વર્ષના યુવાનો સૌથી વધુ પ્રભાવિત જોકે, ૮૩ ટકા દર્દીઓ સારવાર હેઠળ છેઃ પાડોશી દેશ લાઓસ, કમ્બોડિયા અને વિયેતનામમાં પણ સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચી

બેંગકોક,તા.૧૨: દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ થાઈલેન્ડમાં આરોગ્ય સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ દેશમાં એચઆઈવી (HIV) ના કુલ પિડિતોની સંખ્યા ૫,૫૭,૯૯૩ પર પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં નવા સંક્રમણમાં ૧૨,૦૦૦ નો ઘટાડો થયો હોવા છતાં, ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં વધતું જોખમ આરોગ્ય વિભાગ માટે ચિતાનો વિષય બન્યું છે.
દક્ષિણ-પૂર્વ એશિયામાં એચઆઈવી (HIV) મહામારીની સ્થિતિ અંગે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ આરોગ્ય નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. થાઈલેન્ડના ૭૭ પ્રાંતોમાંથી ૧૩ પ્રાંતો એવા છે જ્યાં દરેક પ્રાંતમાં ૧૦,૦૦૦ થી વધુ HIV કેસો નોંધાયા છે. દેશનો સેન્ટ્રલ રિજન સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં પાટનગર બેંગકોક ૮૮,૫૩૫ કેસો સાથે યાદીમાં ટોચ પર છે.
બેંગકોક પછી ચોનબુરી ૩૧,૦૭૨ કેસો સાથે બીજા ક્રમે આવે છે, જ્યારે પ્રવાસીઓમાં લોકપ્રિય ચિયાંગ માઈ ત્રીજા ક્રમે અને પાડોશી ચિયાંગ રાઈ ૧૭,૫૨૪ કેસો સાથે ચોથા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે થાઈલેન્ડના શહેરી અને પ્રવાસન ક્ષેત્રોમાં સંક્રમણનો ફેલાવો ઘણો વધારે છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૫ થી ૨૪ વર્ષની વયજૂથના યુવાનો આ વાયરસના સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વયજૂથમાં ૨૫,૦૦૦ થી વધુ ક્યુમ્યુલેટિવ કેસો નોંધાયા છે. તબીબી નિષ્ણાતો આ ટ્રેન્ડ માટે યુવાનોમાં જાગૃતિનો અભાવ, બેદરકારી અને અસુરક્ષિત શારીરિક સંબંધોને મુખ્ય કારણ ગણાવે છે.
જોકે, કેસોની મોટી સંખ્યા હોવા છતાં થાઈલેન્ડમાં સારવારના પરિણામો ઉત્સાહજનક છે. દેશમાં નોંધાયેલા તમામ કેસોમાંથી આશરે ૮૩ ટકા દર્દીઓ એન્ટીરેટ્રોવાયરલ થેરાપી (ART) હેઠળ નોંધાયેલા છે, જેમાંથી ૭૬ ટકા દર્દીઓમાં વાયરસ સફળતાપૂર્વક નિયંત્રિત (Viral Suppression) થયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નું તારણ સારવાર, વાયરસ કંટ્રોલ અને જીવનશૈલી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સ્પષ્ટ કર્યું છે કે એચઆઈવી (HIV) નો હજુ સુધી કોઈ કાયમી ઈલાજ શોધાયો નથી, પરંતુ નિયમિત દૈનિક દવાનો ઉપયોગ દર્દીને સ્વસ્થ રાખી શકે છે. યોગ્ય એન્ટીરેટ્રોવાયરલ દવાથી વાયરસનું પ્રમાણ લોહીમાં એટલું ઘટી જાય છે કે તે અન્ય વ્યક્તિમાં ફેલાવાનું જોખમ નહિવત બની જાય છે.
જો સમયસર સારવાર ન મળે તો આ રોગ ત્રણ તબક્કામાંથી પસાર થાય છેઃ પ્રથમ પ્રારંભિક તબક્કો જેમાં વાયરસ ઝડપથી ફેલાય છે, બીજો લાંબો તબક્કો જે રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે નબળી પાડે છે, અને ત્રીજો સૌથી ખતરનાક આખરી તબક્કો એઈડ્સ (AIDS) છે.
મેકોંગ પ્રદેશના પાડોશી દેશો લાઓસ, કમ્બોડિયા અને વિયેતનામની ચિતાજનક સ્થિતિ
થાઈલેન્ડની સરહદને અડીને આવેલા લાઓસમાં પણ યુવાનોમાં આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લાઓસના આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં અંદાજે ૨૧,૦૦૦ લોકો HIV સાથે જીવી રહ્યા છે. જુલાઈ મહિનામાં ઉત્તરીય પ્રાંત ઔડોમક્સાઈમાં ૨૬૪ સેક્સ વર્કર્સના ટેસ્ટિંગમાં ૧૨ કેસ પોઝિટિવ મળ્યા હતા. સ્થાનિક લોકોનું માનવું છે કે ટેસ્ટિંગના અભાવે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે.
અન્ય પાડોશી દેશોની વાત કરીએ તો, કમ્બોડિયાના આરોગ્ય મંત્રાલય અનુસાર ૨૦૨૫ ના રિપોર્ટમાં ૭૬,૦૦૦ લોકો HIV સંક્રમિત હોવાનો અંદાજ છે. જ્યારે યુએનએઈડ્સ (UNAIDS) ના અહેવાલ મુજબ વિયેતનામમાં HIV પીડિતોની સંખ્યા આશરે ૨.૭ લાખ હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
