News of Wednesday, 12th August 2026
ભારે કરી! ડેપોમાંથી નવી સરકારી બસ ચોર ઉપાડી ગયાઃ રસ્તામાં પંચર થતાં મૂકીને ભાગ્યા
ડેપોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છેઃ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા

જલગાંવ,તા.૧૨: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવાર મોડી રાતે મહારાષ્ટ્ર રાજ્ય સડક પરિવહન નિગમની એક નવી બસ ડેપોમાંથી ચોરી થઈ ગઈ. જો કે ત્યાર બાદ જે થયું તે ખૂબ જ ચોંકાવનારું હતું. બસ ચોરી કરનારા તેને બહુ આગળ સુધી લઈ જાય તે પહેલા બસના એક ટાયરનું પંચર થયા બાદ બસને ત્યાં મૂકીને ભાગી ગયા.
ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં ચોરોએ જામનેર ડેપોમાંથી બસ લઈ જતાં જોઈ શકાય છે. બાદમાં ટાયર પંચર થયા બાદ ચોરોએ બસને એક ગામ નજીક છોડી દીધી અને ત્યાંથી ભાગી ગયા.
આ ઘટના બાદ જામનેર ડેપોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને એટલા માટે કેમ કે બસ સ્ટેશન નજીક હાલમાં ચોરીની અનેક ઘટના સામે આવી છે.
હાલમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચોર ડેપોમાંથી નવી બસ કેવી રીતે બહાર લઈ ગયા. એ પણ સ્પષ્ટ નથી કે ડેપોની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક થઈ અને ચોરીની ખબર પડ્યા બાદ શું પગલાં ઉઠાવવામાં આવશે. જામનેર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ ચોરોની ઓળખ કરવા અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે તેમણે આ બસની ચોરી શું કામ કરી.
વળી યાત્રીઓ અને સ્થાનિક લોકોએ જામનેર ડેપો અને બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે બસ ડેપો જેવી જગ્યા પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. જેથી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
