<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ગાયે વાછરડાને જન્‍મ આપ્‍યો તો દીકરાના જન્‍મ જેવો ઉત્‍સવ યોજીને ૧૦૦૦ લોકોને જમાડયા

કૂવાપૂજન દરમ્‍યાન મહિલાઓએ મંગળ ગીતો ગાયાં અને હવન-યજ્ઞ કરવામાં આવ્‍યો

નારનૌલ,તા.૧૨: હરિયાણાના નારનૌલમાં એક પરિવારમાં ગાયે બચ્‍ચાને જન્‍મ આપ્‍યો એ ઘટનાનું જબરદસ્‍ત સેલિબ્રેશન થયું. જિતેન્‍દ્ર યાદવ નામના પશુપાલકને ત્‍યાં ગાયે વાછરડાને જન્‍મ આપ્‍યો હતો. આ નિમિત્તે જિતેન્‍દ્રએ બાળકના જન્‍મ પર કૂવાપૂજન કરીને છઠ્ઠીનો ઉત્‍સવ મનાવ્‍યો હતો. એમાં વાછરડાને પરિવારના દીકરાની જેમ રીતરિવાજ સાથે આવકારવામાં આવ્‍યું હતું. કૂવાપૂજન દરમ્‍યાન મહિલાઓએ મંગળગીતો ગાયાં અને હવન-યજ્ઞ કરવામાં આવ્‍યો. ગાય અને વછેરા માટે ચારો, માળા, ચૂંદડી અને શણગારની વ્‍યવસ્‍થા કરવામાં આવી અને ગામના લગભગ ૧૦૦૦થી વધુ લોકોને દેશી ઘીમાંથી બનેલી મીઠાઈઓ સાથેનું ભોજન કરાવ્‍યું હતું.  મહેન્‍દ્રગઢ જિલ્‍લાના પશુપાલક જિતેન્‍દ્ર યાદવે લગભગ બે વર્ષ પહેલાં રાજસ્‍થાનથી સાહીવાલ અને ગીર પ્રજાતિની મિક્‍સ ગાય ખરીદી હતી. એ વખતે ગાય માત્ર છ મહિનાની હતી. એ પછી આ ગાયને હરિયાણા લાવીને દીકરીને જેમ પાળી હતી. ગાયનું નામ માનુ છે અને વછેરાનું નામ મન્નુ રાખવામાં આવ્‍યું છે.

(10:39 AM IST)