News of Wednesday, 12th August 2026
સરકાર પાસેથી ૬૫,૦૦૦ રૂપિયાનો પગાર લીધો અને ૪૫૦૦ રૂપિયામાં બીજી ટીચરને ભણાવવા મોકલી દીધી

મુરૈના,તા.૧૨: મધ્ય પ્રદેશમાં સરકારી સ્કૂલોના શિક્ષણનું સ્તર સુધારવા માટે ગામડાંમાં ભણાવતા શિક્ષકો પર સરકાર ખૂબ પૈસા ખર્ચી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ છે. મુરૈના જિલ્લામાં આવેલી એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક એવો કિસ્સો બહાર આવ્યો જે શિક્ષણ-વ્યવસ્થા પર સવાલ ખડા કરે છે. સ્કૂલના હેડમાસ્ટર અમરલાલ રાવત સરકાર પાસેથી તો ૬૫,૦૦૦ રૂપિયાનો પગાર લેતા હતા, પરંતુ સ્કૂલમાં ભણાવવાનું કામ તેમણે કદી કર્યું જ નહોતું. અમરલાલે તેમને બદલે પોતાનું કામ કરવા માટે એક બહેનને અંગત રીતે હાયર કરી લીધેલાં. આ બહેનને ૪૫૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. આ બહેન સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્વોલિફાઇડ નથી.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
