News of Wednesday, 12th August 2026
‘જોરૂ કા ગુલામ'ના દિગ્દર્શક ૭૩ વર્ષીય શકીલ નૂરાનીની બળાત્કારના કેસમાં ધરપકડ
જાતીય શોષણ પછી નૂરાની અભિનેત્રીને ગર્ભનિરોધક ગોળી આપતા હતા

મુંબઈ,તા.૧૨: ફિલ્મ ‘જોરૂ કા ગુલામ'ના દિગ્દર્શક ૭૩ વર્ષીય શકીલ નૂરાનીની જાતીય શોષણ અને બળાત્કારના કેસમાં ધરપકડ કરાઈ છે. ૩૩ વર્ષીય અભિનેત્રીએ તેમના પર યૌન શોષણ, બ્લેકમેઈલિગ સહિતના અનેક આક્ષેપો લગાવતા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અભિનેત્રીની શકીલ નૂરાની સાથે પહેલી મુલાકાત ૨૦૧૬માં લોખંડવાલામાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન થઈ હતી. અભિનેત્રી સ્ક્રિપ્ટ વાંચવા માટે શકીલ નૂરાનીના ઘરે ગઈ હતી. ત્યાં નૂરાનીએ તેને સોફટ ડ્રિક પીવા આપ્યું હતું, ત્યારબાદ તે બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા પછી શકીલ નૂરાનીએ તેને તેના મોબાઈલ પર અભિનેત્રીનો એક વીડિયો બતાવ્યો હતો. તેમણે ધમકી આપી હતી કે જો પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અથવા પરિવારને જાણ કરવામાં આવી તો તેઓ આ વીડિયો વાયરલ કરી દેશે. અભિનેત્રીનો આરોપ છે કે નૂરાનીએ આ કથિત વીડિયો દ્વારા ધમકાવીને અનેકવાર જાતીય શોષણ કર્યું હતું. જાતીય સંબંધો પછી નૂરાની તેને વારંવાર ગર્ભનિરોધક ગોળીઓ આપતા હતા. આ મામલામાં પોલીસે શકીલ નૂરાનીને શનિવારે બોરીવલી હોલિડે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેને ૧૨ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
