હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કૃષ્ણ જન્મભૂમિશાહી ઈદગાહ વિવાદ ફરી સુપ્રીમ કોર્ટમાં: મહત્વની સુનાવણી

નવી દિલ્હીઃ મથુરાના અત્યંત સંવેદનશીલ શ્રીકૃષ્ણ જન્મભૂમિશાહી ઈદગાહ વિવાદ સાથે જોડાયેલી અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. અગાઉ ૧૫ જુલાઈએ થયેલી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના અલગ-અલગ વાદીઓ વચ્ચે કયો વાદ મુખ્ય અથવા ‘પ્રતિનિધિ વાદ' ગણવો તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનું જણાવાયા બાદ સર્વોચ્ચ અદાલતે મામલો ૧૨ ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો હતો.
આ મામલામાં જાસ્ટિસ સંજય કુમાર અને સંજીવ સચદેવાની બેન્ચ સમક્ષ એવો મુદ્દો છે કે અલાહાબાદ હાઈકોર્ટે એક ચોક્કસ વાદને ભગવાન શ્રીકૃષ્ણના તમામ ભક્તો માટે પ્રતિનિધિ વાદ તરીકે ગણાવવાનો આપેલો આદેશ યોગ્ય છે કે નહીં. હિન્દુ પક્ષના અન્ય વાદીઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમની અરજીઓના મુદ્દા તથા દલીલો અલગ હોવાનું જણાવી રહ્યા છે.
મથુરાના આ વિવાદને લગતા ૨૦થી વધુ નાગરિક વાદો હાઈકોર્ટમાં વિચારાધીન છે. શાહી ઈદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી છે અને સ્થળના માલિકી હક્ક સહિતના અનેક મુદ્દાઓ ઉપર લાંબી કાનૂની લડાઈ ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
