<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રામનાથ કોવિદના જીવનસંઘર્ષનાં પાનાં ખુલશેઃ વડાપ્રધાન મોદીના હસ્‍તે આત્‍મકથાનું વિમોચન

નવી દિલ્‍હીઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની આત્‍મકથાનું આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે વિમોચન થઈ રહ્યું છે. નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે આજે સવારે ૯.૩૦ વાગ્‍યે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન પુસ્‍તકનું વિમોચન કરવાની સાથે ઉપસ્‍થિતોને સંબોધન પણ કરેલ. વડાપ્રધાન કાર્યાલયે કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી  હતી.  શ્રી કોવિદની આત્‍મકથાનું શીર્ષક ‘ટ્રાયમ્‍ફ ઑફ ધ ઇન્‍ડિયન રિપબ્‍લિકઃ માય લાઇફ, માય સ્‍ટ્રગલ્‍સ' છે. પુસ્‍તકમાં તેમના બાળપણથી શરૂ કરીને જીવનના સંઘર્ષો, જાહેર જીવનની સફર, અનુભવો અને સિદ્ધિઓ ઉપરાંત ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકેની તેમની કામગીરી સુધીનો વ્‍યક્‍તિગત જીવનપ્રવાસ રજૂ થયો છે. પુસ્‍તકમાં કોવિદના જાહેર જીવનને આકાર આપનારા મૂલ્‍યો, અનુભવો અને પરિસ્‍થિતિઓ અંગે પણ વિગતો આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમ પૂર્વે સામાજિક માધ્‍યમ ઉપર પણ કોવિદના જીવન અને સમાજસેવાની સફરને પ્રેરણાદાયી ગણાવી હતી.

(11:05 AM IST)