News of Wednesday, 12th August 2026
મુંબઈ મહાનગર વિસ્તારમાં મેઘરાજાનો મારઃ નાલાસોપારાના રસ્તાઓ પાણીમાં, વાહનચાલકો મુશ્કેલીમાં: આજે કોંકણ
અને ગોવા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

મુંબઈઃ મુંબઈ મહાનગર પ્રદેશમાં વરસાદી માહોલ વચ્ચે પાલઘર જિલ્લાના નાલાસોપારા અને વસઈ-વિરાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નાલાસોપારા પૂર્વમાં સેન્ટ્રલ પાર્ક રોડ, ગાલા નગર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અને સ્થાનિક નાગરિકોની અવરજવરને અસર થઈ છે. નાલાસોપારા, વસઈ અને વિરારમાં સતત વરસાદ અને જળબંબાકારના લ્લશ્યો સામાજિક માધ્યમો ઉપર પણ સામે આવ્યા છે.
દરમિયાન ભારતીય હવામાન વિભાગે આજે ૧૨ ઓગસ્ટે કોંકણ અને ગોવા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના આંકડા મુજબ પાલઘર જિલ્લાના ડહાણુમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૪.૯ મીમી વરસાદ નોંધાયો છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
