<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રાતભરના વરસાદ પછી મુંબઈમાં ચાળનાં મકાનો પર ભેખડ ધસીઃ ૨નાં મોત સહિત અનેક દટાયાં

કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે

મુંબઈ,તા.૧૨: મુંબઈમાં આખી રાત સારોએવો વરસાદ થયો હતો. જેને કારણે ઘાટકોપર અને કુર્લા વેસ્‍ટની બોર્ડર પર આવેલ સાકીનાકામાં મોટો હાદસો થયો છે. અશોકનગરમાં આવેલી ગૌસિયા ચાળ પર પાસે આવેલ ટેકરી પરથી ભેખડ ધસી પડતાં મોટી હોનારત સર્જાઇ છે. ચાળનાં બેઠી ત્રણ ઘર પર ભેખડ પડતાં અંદર રહેલા લોકો દટાઈ ગયા હોવાની શંકા છે. ૨ લોકોનાં તો મોત પણ થઈ ગયા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આ ઘટના પરોઢે આશરે ૩થી ૪ વાગ્‍યાની વચ્‍ચે બની હતી. આખી રાત મુશળધાર વરસાદ થવાને કારણે ટેકરી પરથી ભેખડ ધસીને પાસેનાં મકાનો પર પડી હતી. એકાએક મોટા કદના પથ્‍થરો અને માટી મકાનો પર ઢળી પડતાં અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો પણ મોકો મળ્‍યો નહોતો. આ હાદસો થતાં જ એરિયામાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ડીસીપી ગણેશ શિંદે અને બીએમસી ‘એલ‘ વોર્ડના આસિસ્‍ટન્‍ટ કમિશનર અનિલ જાધવે જણાવ્‍યું કે અત્‍યાર સુધીમાં ૨ શંકાસ્‍પદ બોડીને કાટમાળમાંથી બહાર કાઢી નજીકની હોસ્‍પિટલમાં મોકલવામાં આવી છે, તે કદાચ મૃત્‍યુ પામ્‍યા છે તેવી શંકા છે. તે ઉપરાંત પ્રાથમિક અંદાજ મુજબ ૫થી ૮ લોકો મકાન અને ભેખડના મલબા નીચે દટાયા હોવાની શંકા છે. બીજી તરફ સ્‍થાનિકો કહી રહ્યા છે કે યાદવ વિકી, વાજિદ અલી, આરિફ શેખ, મન્નત, આબન શેખ અને સદ્દામ શેખ મલબા નીચે દટાયા છે.

હાલમાં યુદ્ધના ધોરણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ , NDRFની ટીમ, મુંબઈ પોલીસ (ઘાટકોપર પોલીસ સ્‍ટેશન) અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો કાફલો ઘટનાસ્‍થળે આવી પહોંચ્‍યો છે

(11:10 AM IST)