News of Wednesday, 12th August 2026
મુંબઈમાં ઉપરથી આગ, નીચે ભૂસ્ખલનનો કહેરઃ વિલે પાર્લેમાં બાળક-યુવતીનાં મોત; કુર્લામાં બેના જીવ ગયા

મુંબઈઃ મુંબઈમાં વરસાદી માહોલ વચ્ચે બે ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ છે. વિલે પાર્લે પશ્ચિમમાં ચર્ચ રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક આવેલા શાંતા ભવનના ૧૧મા માળે મંગળવારે રાત્રે લગભગ ૧૦.૦૮ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં અઢી વર્ષના અબીર અને ૨૩ વર્ષની અંકિતાનાં મોત થયાં, જ્યારે અન્ય ૬ લોકોને ઈજા પહોંચી હતી. અગ્નિશામક દળે ટેરેસ ઉપર ફસાયેલા આશરે ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગ બે ફ્લેટ અને વીજવાયરિંગ સહિતના સામાનમાં ફેલાઈ હતી. આગનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે.
બીજી તરફ આજે બુધવારે વહેલી સવારે ૩.૪૮ વાગ્યે કુર્લાના ચિરાગનગરની ગૌશિયા ચાલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. તેમાં બે વ્યક્તિના મોત અને બેને ઈજા થઈ છે, જ્યારે તાજી ઉપલબ્ધ માહિતી પ્રમાણે ૬થી ૮ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વચ્ચે અગ્નિશામક દળ, પોલીસ, એનડીઆરએફ અને મહાનગરપાલિકાની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
