<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ’ ૧૭થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે તે પહેલાં ઉત્તર કોરિયાનો ફરી મિસાઇલ ધડાકોઃ છ દિવસમાં બીજી બેલેસ્ટિક મિસાઇલ, ૭૦૦ કિ.મી.થી વધુ ઉડી સમુદ્રમાં ખાબકી

સિયોલઃ ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલ છોડી પૂર્વ એશિયામાં તણાવ વધારી દીધો છે. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે આશરે ૬ વાગ્યે ઉત્તર કોરિયાના પૂર્વ કિનારે આવેલા વોન્સાન વિસ્તારમાંથી એક બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી. મિસાઇલે ૭૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હતું અને પૂર્વ સમુદ્ર એટલે કે જાપાન સમુદ્ર તરફ આગળ વધી હતી. મિસાઇલના ચોક્કસ પ્રકાર અંગે દક્ષિણ કોરિયા અને અમેરિકાના નિષ્ણાતો વિશ્લેષણ કરી રહ્યા છે. 

મહત્ત્વનું એ છે કે ઉત્તર કોરિયાનો છ દિવસમાં આ બીજો મિસાઇલ પ્રયોગ છે. દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ’ ૧૭થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે અને તેના પહેલાં ઉત્તર કોરિયાની આ કાર્યવાહી સામે આવી છે. જાપાને પણ પ્રક્ષેપણનો વિરોધ નોંધાવ્યો છે. ઉત્તર કોરિયાએ ચાલુ વર્ષે કરેલો આ ૧૧મો મિસાઇલ પ્રયોગ હોવાનું દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું છે. 

(11:18 AM IST)