<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મિસ વર્લ્‍ડ ૨૦૨૬માં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે નિકિતા પોરવાલ

ફેમિના મિસ ઈન્‍ડિયા વર્લ્‍ડ ૨૦૨૪નો ખિતાબ જીતનાર નિકિતા વિયેતનામમાં ૧૨૦ દેશોના સ્‍પર્ધકો સામે સ્‍પર્ધા કરશેઃ ગ્રાન્‍ડ ફિનાલે ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ ના રોજ વિયેતનામમાં યોજાશે

ઉજ્જૈન,તા.૧૨: મહાકાલ નગરીની દીકરી હવે વિશ્વ મંચ પર ત્રિરંગો લહેરાવવા માટે તૈયાર છે. ફેમિના મિસ ઈન્‍ડિયા વર્લ્‍ડ ૨૦૨૪ નિકિતા પોરવાલ વિયેતનામમાં યોજાનારી ૭૩મી મિસ વર્લ્‍ડ સ્‍પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે. નિકિતા વિશ્વના ૧૨૦ દેશોના સહભાગીઓ વચ્‍ચે મિસ વર્લ્‍ડ તાજ જીતવાનો પડકાર ફેંકશે. ગ્રાન્‍ડ ફિનાલે ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ ના રોજ વિયેતનામમાં યોજાશે. નિકિતાનો જન્‍મ ઉજ્જૈનમાં થયો હતો. વર્ષ ૨૦૨૪ માં મુંબઈમાં આયોજિત ફેમિના મિસ ઈન્‍ડિયા વર્લ્‍ડનો ખિતાબ જીતીને, તે મધ્‍યપ્રદેશની પ્રથમ મિસ ઈન્‍ડિયા બની. ત્‍યારથી, તે મિસ વર્લ્‍ડની તૈયારીમાં વ્‍યસ્‍ત હતી.

નિકિતાએ માત્ર આઠ વર્ષની ઉંમરે પોતાનું પહેલું પુસ્‍તક લખ્‍યું હતું. તે એક અભિનેત્રી, લેખિકા, નાટ્‍યકાર અને થિયેટર કલાકાર પણ છે. પર્ફોર્મિગ આર્ટ્‍સમાં સ્‍નાતક, નિકિતાએ આઠ વર્ષની ઉંમરે પોતાનું પહેલું પુસ્‍તક લખ્‍યું હતું. ત્‍યારબાદ તેણે ૩૫૦ પાનાનું નાટક ‘કૃષ્‍ણ લીલા' લખ્‍યું. તેણીએ આજ સુધીમાં ૬૦ થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. રંગરેઝ થિયેટર કંપનીના સર્જનાત્‍મક નિર્દેશક તરીકે, તે યુવા કલાકારો માટે એક પ્‍લેટફોર્મ પૂરું પાડે છે. તે શાષીય નૃત્‍ય, કવિતા, હાર્મોનિયમ અને વાંસળીમાં પણ નિષ્‍ણાત છે.

નિકિતાની ઓળખ ફક્‍ત ગ્‍લેમર પૂરતી મર્યાદિત નથી. તેમનું ધ્‍યાન આદિવાસી મહિલાઓ અને બાળકોના જીવન પર છે. શિક્ષણ, આરોગ્‍ય અને સ્‍વચ્‍છ પીવાના પાણી પર કામ કરીને, તે આદિવાસી સંસ્‍કૃતિને જાળવવા અને સમાજના છેલ્‍લા વ્‍યક્‍તિ સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

ભારતને નિકિતા પાસેથી ઘણી આશાઓ છે. છેલ્‍લા ઘણા મહિનાઓથી, ટોચના ભારતીય નિષ્‍ણાતો નિકિતાને તૈયાર કરી રહ્યા છે. તેના વ્‍યક્‍તિત્‍વ, વાતચીત કૌશલ્‍ય, સંસ્‍કૃતિ અને સામાજિક કાર્યના આધારે, નિકિતાને ભારત માટે એક મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ભારતે છેલ્‍લે ૨૦૧૭ માં મિસ વર્લ્‍ડનો તાજ જીત્‍યો હતો જ્‍યારે માનુષી છિલ્‍લર જીતી હતી. તેના પહેલા, રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્‍તા મુખી અને પ્રિયંકા ચોપરા પણ આ ખિતાબ જીતી ચૂકી છે. હવે, સમગ્ર દેશની નજર ૫ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનાર ગ્રાન્‍ડ ફિનાલે પર છે

(2:26 PM IST)