<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

નાગપુર બળાત્કાર કેસમાં સનસનાટીભર્યો ખુલાસો: ૧૯ વર્ષના આરોપીએ ૧૬ વર્ષની સગીરાને ૩ મહિના સુધી ‘ડિજિટલ ધરપકડ’માં રાખી!

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ વીડિયો કોલ અને ધમકીઓ દ્વારા સગીરા પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવી ૨૪ કલાક સુધી ભાડાના ફ્લેટમાં બંધક બનાવી આચર્યું દુષ્કર્મ.

નાગપુર: તા.12 નાગપુરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનામાં એક નવો અને ચોંકાવનારો મોડ આવ્યો છે. ૧૬ વર્ષની સગીરા પર જાતીય ગુજારનાર ૧૯ વર્ષીય આરોપી નિર્મય માધવ પખારેએ પીડિતાને છેલ્લાં ત્રણ મહિનાથી 'ડિજિટલ એરેસ્ટ' (ડિજિટલ ધરપકડ) હેઠળ રાખીને માનસિક રીતે ગુલામ બનાવી હોવાનો ખુલાસો થયો છે. આરોપી વીડિયો કોલ્સ, ધમકીઓ અને મોબાઈલ ફોન પર સતત નજર રાખીને છોકરી પર સંપૂર્ણ નિયંત્રણ રાખતો હતો, જેથી તે પોતાના પરિવાર કે પોલીસને કશું કહી ન શકે.

 

અહેવાલો અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ આરોપીએ છોકરીને તેની તમામ સૂચનાઓ માનવા માટે વિવશ કરી હતી. ઘટના દિવસે સગીરા અચાનક ગુમ થઈ જતાં તેના ચિંતિત પરિવારજનોએ હુડકેશ્વર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ગુમ થયેલી સગીરાનો ફોન બંધ આવતો હોવાથી પોલીસે તાત્કાલિક ૨૦ કલાકનું સ્પેશિયલ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સગીરાના ઇન્સ્ટાગ્રામ ચેટ્સ તથા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.

 

પોલીસે ડિજિટલ પુરાવાના આધારે થાણેમાં રહેતા આરોપીના પરિવારનો સંપર્ક કર્યો હતો. સાયબર નિષ્ણાતોએ લોકેશન ટ્રેસ કરીને નાગપુરના દિઘોરી વિસ્તારમાં આવેલા એક ભાડાના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સગીરાને ફ્લેટમાં દોરડાથી બાંધીને રાખવામાં આવી હતી, અને આરોપી હાથમાં બેલ્ટ લઈને તેની પાસે ઊભો હતો. આ દરમિયાન તેણે સગીરા પર જાતીય હુમલો કર્યો હતો અને છરીથી હુમલો કરી તેના અંગત ફોટા ઓનલાઈન વાયરલ કરવાની ધમકી આપી હતી.

 

પોલીસે ઘટનાસ્થળેથી હુમલામાં વપરાયેલી છરી કબજે કરી સગીરાને ત્વરિત મુક્ત કરાવીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરી છે. આરોપી નિર્મય માધવ પખારે થાણેના જાણીતા ડોક્ટર દંપતીનો પુત્ર અને એક વરિષ્ઠ IPS અધિકારીનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. BBA નો અભ્યાસ કરતો આ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને સાયબર નિષ્ણાતો આ સમગ્ર 'ડિજિટલ એરેસ્ટ' મોડસ ઓપરેન્ડી અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(3:51 PM IST)