કર્તવ્ય પથ પર રાષ્ટ્રવાદનો અદ્ભુત જુવાળ: ભાજપ અધ્યક્ષ નીતિન નવીન અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા!
ઈન્ડિયા ગેટથી લઈને કર્તવ્ય પથ સુધી હજારો નાગરિકોના હાથમાં લહેરાયો રાષ્ટ્રધ્વજ; 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ દિલ્હીમાં દેશભક્તિના રંગે રંગાયો જનમેદનીનો ઉત્સાહ.

નવી દિલ્હી: તા.12 દેશની રાજધાનીના હૃદયસમા ઈન્ડિયા ગેટથી કર્તવ્ય પથ સુધી આજે દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો એક અદ્ભુત તેમજ અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વીરોના અપ્રતિમ શૌર્ય અને બલિદાનને નમન કરવા માટે એક અત્યંત ભવ્ય "તિરંગા યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ગૌરવશાળી યાત્રાનું અગ્રણી નેતૃત્વ કરીને દેશભક્તિના આ મહાપર્વમાં નવો પ્રાણ પૂર્યો હતો.
આ ભવ્ય તિરંગા યાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણી નેતાઓ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉત્સાહભેર જોડાણા હતા. દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીઓ પરવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિન્દર સિંહ સિરસા અને રવિન્દર ઈન્દ્રજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં આમ નાગરિકોએ હાજરી આપીને ભારત માતા પ્રત્યે પોતાનો અનન્ય આદર વ્યક્ત કર્યો હતો.
'હર ઘર તિરંગા' અભિયાનના સંદેશ સાથે નીકળેલી આ યાત્રા દરમિયાન આખો કર્તવ્ય પથ ત્રિરંગાના ત્રણેય રંગોથી ઝળહળી ઊઠ્યો હતો. ચારેય તરફ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ ગુંજી ઊઠ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રથમની ભાવના વધુ પ્રબળ બનાવવાનો અને આપણી આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોની સ્મૃતિઓને જીવંત રાખવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
