હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાયરલ કલ્ચરથી કંટાળી પત્ની રવિ કિશનને ઘરમાં 'નજરકેદ' કરવાની બનાવી રહી છે યોજના: 'બહાર જશે જ નહીં, તો વાયરલ થશે જ કેવી રીતે!'
પોડકાસ્ટના નિવેદનો અને સ્ટેજ ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેતા અને સાંસદ રવિ કિશને પત્ની પ્રીતિ શુક્લાના રમુજી કટાક્ષનો કર્યો ખુલાસો.

મુંબઈ : જાણીતા બોલિવૂડ અને ભોજપુરી અભિનેતા તથા રાજકારણી રવિ કિશન આજકાલ સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બનેલા છે. હાલમાં જ રાજ શમાનીના પોડકાસ્ટમાં આપેલા નિવેદનો અને એક કાર્યક્રમમાં તેમના ડાન્સ મૂવ્સ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. સતત મીમ્સ અને વાયરલ કલ્ચરનો હિસ્સો બન્યા બાદ હવે રવિ કિશને એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમની પત્ની પ્રીતિ શુક્લાનો એક અત્યંત રમુજી કિસ્સો શેર કર્યો છે.
રવિ કિશને હસતાં હસતાં ખુલાસો કર્યો કે તેમની પત્ની હવે તેમને ઘરમાં જ પૂરવાનો પ્લાન બનાવી રહી છે. તેમણે જણાવ્યું કે, "મારી પત્નીએ બાળકોને કહ્યું કે, તમારા પપ્પા જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે વાયરલ થઈ જાય છે! એટલે સારું રહેશે કે આપણે તેમને રૂમમાં જ પૂરી દઈએ, જેથી તેઓ બહાર જ ન જઈ શકે અને વાયરલ પણ ન થાય." ૧૯૯૩ માં પ્રીતિ શુક્લા સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા રવિ કિશનને ચાર બાળકો છે.
પોતાની પત્નીના આ કટાક્ષને રવિ કિશને તેમના બિગ બોસના દિવસો સાથે પણ સરખાવ્યો હતો. તેમણે યાદ કર્યું કે કારકિર્દીના એક તબક્કે જ્યારે તેઓ એકસાથે ૧૭ ફિલ્મોમાં કામ કરતા હતા અને દિવસ-રાત કારમાં જ સૂઈને ત્રણ-ત્રણ શિફ્ટ ખેંચતા હતા, ત્યારે પણ તેમની પત્નીએ તેમને શિસ્તમાં લાવવા બિગ બોસના ઘરમાં મોકલી દીધા હતા. પત્નીના આવા મનોરંજક અને પ્રેમભર્યા વલણની ચર્ચા હવે તેમના ચાહકોમાં પણ ભારે મનોરંજન પૂરું પાડી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
