<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

વિદ્યાર્થી આંદોલનના મોટો ચહેરો અભિજીત દીપકેની મોટો ધડાકો: 'જંતર-મંતર સીઝન ૨' ટૂંક સમયમાં જ વિરોધ પ્રદર્શન માટે તૈયાર!

મહારાષ્ટ્રમાં શાળાની છત તૂટી પડવાની ઘટના બાદ CJP શરૂ કરશે 'ફિક્સ ધ સ્કૂલ્સ' ઝુંબેશ; ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની પણ કરી આકરા શબ્દોમાં નિંદા.

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ દેશમાં ફરી એકવાર મોટા વિદ્યાર્થી આંદોલનની જાહેરાત કરી છે. બુધવારે દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો હતો કે 'જંતર-મંતર સીઝન ૨' ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુવાનો તરફથી સતત આવી રહેલી વિનંતીઓ અને દેશમાં ચાલી રહેલા વિવિધ શૈક્ષણિક વિવાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

CJP ના સ્થાપકે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક શાળાની છત તૂટી પડતાં ૧૩ વિદ્યાર્થીઓ ઘાયલ થયાની દુઃખદ ઘટના પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ક્ષતિગ્રસ્ત સરકારી શાળાઓની આ દુર્દશા પર રોષ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદીના ૮૦ વર્ષ પછી પણ ગામડાના બાળકોએ પ્રાથમિક સુવિધાઓ માટે વિનંતી કરવી પડે છે. આ પરિસ્થિતિને સુધારવા માટે CJP દ્વારા આગામી સ્વતંત્રતા દિવસે દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા 'ફિક્સ ધ સ્કૂલ્સ' નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે.

 

આ ઉપરાંત, અભિજીત દીપકેએ ઝારખંડની રાજધાની રાંચીમાં પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ, વોટર કેનન અને ટીયર ગેસના ઉપયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે રાજકીય પક્ષોના કાર્યકરોને બદલે માત્ર પોતાના હક માટે લડતા યુવાનો અને વિદ્યાર્થીઓને જ પોલીસ કાર્યવાહીનો ભોગ કેમ બનવું પડે છે. CJP એક દબાણ જૂથ (Pressure Group) તરીકે કામ કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે વાચા આપવાનું ચાલુ રાખશે.

(6:33 PM IST)