હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક અનિશ્ચિતતા અને પડકારો વચ્ચે ભારતીય વેપારનો ડંકો: એપ્રિલથી જુલાઈ દરમિયાન નિકાસમાં ૧૫ ટકાનો ભવ્ય ઉછાળો!
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વ્યક્ત કર્યો વિશ્વાસ; ચાલુ નાણાકીય વર્ષમાં ૧ ટ્રિલિયન ડોલરના ઐતિહાસિક નિકાસ લક્ષ્યાંકને આંબી જવાનો દાવો.

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને મંદીના માહોલ વચ્ચે પણ ભારતની નિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી જળવાઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના (એપ્રિલથી જુલાઈ) દરમિયાન દેશની કુલ નિકાસમાં અંદાજે ૧૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ સકારાત્મક વૃદ્ધિને પગલે તેમણે ચાલુ વર્ષમાં ભારત ગૂડ્સ અને સર્વિસીસની કુલ ૧ ટ્રિલિયન ડોલરની નિકાસનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લેશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની કુલ ગૂડ્સ અને સર્વિસીસ નિકાસ ૮૬૩ અબજ ડોલરના સ્તરે રહી હતી. પીયૂષ ગોયલે મુક્ત વેપાર કરારો (FTA) ની સફળતા પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ૯ મુક્ત વેપાર કરારોને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે, જેણે સ્થાનિક ઉદ્યોગો માટે વિશ્વસનીય નવી તકો ઊભી કરી છે. આ કરારો કુલ વૈશ્વિક વેપારમાં અંદાજે બે-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માં નિકાસ ૧૫.૯૨ ટકા વધીને ૧૨૯.૩૨ અબજ ડોલર સુધી પહોંચી હતી, જ્યારે આયાત ૧૯.૮૯ ટકા વધીને ૨૧૬.૧૮ અબજ ડોલર થઈ હતી. એપ્રિલથી જુલાઈ સમયગાળાના નિકાસ અને આયાતના આખરી અધિકૃત આંકડા ૧૩મી ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
