હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જથ્થાબંધ બજારમાં ખાંડની મજબૂત માંગ: સ્મોલ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૩૦ સુધીનો ઉછાળો!
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની મિલોમાંથી ટેન્ડર ભાવ મજબૂત રહેતાં નવી મુંબઈ બજારમાં વધી લેવાલી; આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો.

નવી મુંબઈ : સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટો અને રિટેલ વેપારીઓની લેવાલીને કારણે ખાંડના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ખાંડ મિલો દ્વારા ટેન્ડર ભાવ મક્કમ રાખવામાં આવતાં નવી મુંબઈના હાજર બજારમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૮ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૩૦ નો વધારો નોંધાયો છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સ્થાનિક બજારમાં આશરે ૨૮ થી ૨૯ ટ્રકની આવક સામે સામે પક્ષે ગ્રાહકોનો ઉપાડ સારો જળવાઈ રહ્યો હતો. આ સુધારા બાદ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૪,૮૧૦ થી ૪,૮૫૨ ના ભાવે અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર રૂ. ૪,૮૯૨ થી ૪,૯૬૨ ના સ્તરે થયા હતા.
બીજી તરફ, નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માંગ ટકેલી રહેતાં ભાવ સ્થિર રહ્યા હતા. નાકા ડિલિવરીમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૪,૭૨૫ થી ૪,૭૭૫ અને મિડિયમ ગ્રેડ ખાંડના વેપાર રૂ. ૪,૭૯૫ થી ૪,૮૭૫ ના મથાળે ટકેલા ધોરણે પાર પડ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
