હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇસરોમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક: ૨૪૪ વિવિધ પદો માટે ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને યોગ્યતા!
ગ્રેજ્યુએટ્સ માટે દેશની અગ્રણી સ્પેસ એજન્સીમાં કારકિર્દી બનાવવાની સોનેરી તક; ૧૬ ઓગસ્ટ સુધી સત્તાવાર વેબસાઇટ પર કરી શકાશે અરજી.

બેંગલુરુ : દેશની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા 'ઇસરો' (ISRO) માં કામ કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. ઇસરોના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા આસિસ્ટન્ટ, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA), અપર ડિવિઝન ક્લાર્ક (UDC) અને સ્ટેનોગ્રાફર સહિતની કુલ ૨૪૪ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. દેશભરના લાયક ગ્રેજ્યુએટ ઉમેદવારો આ માટે ઓનલાઇન અરજી કરી શકે છે, જેની અંતિમ તારીખ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
ભરતી હેઠળ જારી કરાયેલી જગ્યાઓમાં આસિસ્ટન્ટની ૧૧૩, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની ૮૧, અપર ડિવિઝન ક્લાર્કની ૨૨ અને સ્ટેનોગ્રાફરની ૧૦ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પદો માટે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ૬૦% ગુણ (અથવા ૬.૩૨ CGPA) સાથે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન અને સ્ટેનોગ્રાફર પદો માટે ૬૦ શબ્દો પ્રતિ મિનિટની સ્ટેનોગ્રાફી સ્પીડ હોવી અનિવાર્ય છે. અરજદારો માટે વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ રાખવામાં આવી છે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયા લેખિત કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) અને કૌશલ્ય કસોટીના આધારે થશે. પરીક્ષા ફી ₹૫૦૦ રાખવામાં આવી છે, પરંતુ લેખિત પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ₹૪૦૦ રીફંડ કરી દેવાશે. ઉત્સુક ઉમેદવારો ઇસરોની સત્તાવાર વેબસાઇટ isro.gov.in પર જઈને આ કારકિર્દી સુવર્ણ તક માટે અરજી કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
