હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ઠપ્પ: ઈરાને યુદ્ધવિરામ લંબાવવાના યુએસ દાવાને ફગાવ્યો, હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ ચરમસીમાએ!
અમેરિકી પ્રતિબંધો, બંદર નાકાબંધી અને વળતર મુદ્દે મડાગાંઠ અકબંધ; પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી માંગણીઓ અને ઈરાનના અવિશ્વાસ વચ્ચે વાટાઘાટો અટવાઈ.

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિ વાટાઘાટો મડાગાંઠમાં પરિણમી છે. ઈરાને અમેરિકા સાથે યુદ્ધવિરામ લંબાવવાના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. ઈરાની વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામની કોઈ ચોક્કસ શરૂઆતની તારીખ જ ન હોવાથી તેને લંબાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેહરાને વોશિંગ્ટન પર અગાઉના કરારનું ૪૮ કલાકમાં જ ઉલ્લંઘન કરવાનો અને પોતાના વચનોમાંથી ફરી જવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
આ રાજદ્વારી મડાગાંઠ પાછળ હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ, ઈરાની બંદરો પર યુએસ નાકાબંધી, તેલ ઉદ્યોગ પરના પ્રતિબંધો અને યુદ્ધ વળતર જેવા મહત્વના મુદ્દાઓ જવાબદાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કરીને કડક વલણ અપનાવ્યું છે. ઉપરાંત, ટ્રમ્પે ઈરાન પાસેથી વિતેલા દાયકાઓમાં થયેલા હુમલાઓ માટે વળતરની નવી માંગ રજૂ કરી છે, જ્યારે સામે પક્ષે ઈરાને પણ બંદરો પરથી નાકાબંધી અને પ્રતિબંધો હટાવવાની શરત મૂકી છે.
વિશ્વના અત્યંત મહત્વપૂર્ણ વેપાર માર્ગ એવા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા આ અવરોધના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતા વધી છે. અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીઓ પહેલાં આ આર્થિક પરિણામો ટ્રમ્પ વહીવટીતંત્ર પર રાજકીય દબાણ વધારી રહ્યા છે, પરંતુ હાલ પૂરતું બંને દેશો વચ્ચેનો આ રાજદ્વારી વિવાદ ઉકેલાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
