News of Wednesday, 12th August 2026
સંબંધોમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: ભાભીએ પોતાની એક કિડની દાન કરીને દિયરને આપ્યું નવું જીવન!
યમુનાનગરમાં શિક્ષિકા કમલજીત સૈનીના મહાન ત્યાગની સરાહના; ૨૦૧૬થી બંને કિડની ફેલ હોવા છતાં પરિવારના સંકલ્પથી બચ્યો યુવકનો જીવ.

યમુનાનગર: સંબંધો માત્ર લોહીના જ નથી હોતા, પણ કેટલાક સંબંધો સમર્પણ અને ત્યાગથી વધુ ગાઢ બને છે. હરિયાણાના યમુનાનગરના સેક્ટર ૧૭ માં રહેતા શિક્ષિકા કમલજીત સૈનીએ પોતાના દિયરને કિડની દાન કરીને ભારતીય સંસ્કૃતિમાં ભાભી અને દિયરના પવિત્ર સંબંધનું એક અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વર્ષ ૨૦૧૬ માં કમલજીત સૈનીના નાના દિયર સુરેન્દ્રની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેના કારણે પરિવાર પર મોટું સંકટ આવી પડ્યું હતું. ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો ન હોવાનું જણાવતા પરિવાર સમક્ષ ડોનર શોધવાનો વિકલ્પ હતો. શરૂઆતમાં સુરેન્દ્રની પત્નીએ કિડની આપવાની તૈયારી દર્શાવી પરંતુ મેચ ન થઈ. ત્યારબાદ કમલજીતના પતિ ખેમલાલ સૈનીએ કિડની આપવાનું નક્કી કર્યું, પરંતુ પરિવારમાં ચર્ચા દરમિયાન કમલજીતે પોતે આગળ આવીને દિયરનો જીવ બચાવવા માટે પોતાની કિડની દાન કરવાનો અનોખો નિર્ણય લીધો હતો.
કમલજીત સૈનીના આ મહાન નિર્ણય અને ત્યાગથી આજે તેમના દિયર સુરેન્દ્રને નવું જીવન મળ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પ્રેમ, કરુણા અને આત્મિયતા સામે મોટામાં મોટા સંકટો પણ હારી જાય છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
