હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી : ગોરખપુરના ભાજપ સાંસદ અને ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા રવિ કિશનનો જેન ઝેડ અંગેનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સંસદ બહારના વીડિયોમાં રવિ કિશન પોતાના જાણીતા ભોજપુરી અંદાજમાં હસતાં કહે છે કે, “આ જન ઝેડે અમને પાગલ કરી દીધા છે, અમારી બુદ્ધિ બંધ કરી દીધી છે, હવે અમને કંઈ સમજાતું નથી.” આ નિવેદનની વીડિયો ક્લિપ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી પ્રસરી છે.
જોકે આ નિવેદનને યુવા પેઢીની ટીકા તરીકે જોવું યોગ્ય નહીં ગણાય. રવિ કિશન છેલ્લા કેટલાક દિવસોથી તેમના જૂના વીડિયો, સંવાદ, નૃત્ય, અભિવ્યક્તિઓ અને ‘મૌનવ્રત’ સહિતના પ્રસંગો પરથી બનતા મીમ્સને લઈને જેન ઝેડનો ખુલ્લેઆમ આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે જેન ઝેડે તેમને પોતાના માણસ તરીકે સ્વીકાર્યા છે અને યુવાનોની સર્જનાત્મકતાને તેઓ સલામ કરે છે.
રવિ કિશને કહ્યું કે અચાનક મળેલી આ ઓનલાઇન લોકપ્રિયતા તેમના માટે પણ આશ્ચર્યજનક છે. વિવિધ મીમ્સને તેઓ પોતે જોતા અને પસંદ કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમના શબ્દોમાં આ સમગ્ર માહોલ ‘પાગલપન’ જેવો છે, પરંતુ તેઓ તેને યુવાનોના પ્રેમ તરીકે જોઈ રહ્યા છે.
આમ, વાયરલ થયેલું “બુદ્ધિ બંધ કરી દીધી” નિવેદન રાજકીય ફરિયાદ કરતાં વધુ જેન ઝેડ દ્વારા તેમને મળેલી અભૂતપૂર્વ મીમ-લોકપ્રિયતા ઉપરની હળવી, રમૂજી પ્રતિક્રિયા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM