હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાડા ત્રણ વર્ષમાં ૧૩,૫૮૦ દલાલ અને ૬૫ રેલવે કર્મચારીઓની ધરપકડ
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં માહિતી આપી

નવી દિલ્હી,તા.૧૩: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં માહિતી આપી કે જૂન ૨૦૨૬ સુધીના સાડા ત્રણ વર્ષમાં ૬૫ રેલવે કર્મચારીઓ અને ૧૩,૫૮૦ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. વૈષ્ણવે તત્કાલ ટિકિટના કથિત અનધિકૃત વેચાણ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી.
અપક્ષ સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલે તત્કાલ ટિકિટના વેચાણમાં રેલવે કર્મચારીઓ અને દલાલો વચ્ચે કથિત મિલીભગતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે શું સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રેલવે કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરી છે, કારણ કે પヘમિ રેલવે ઝોનમાં તત્કાલ ટિકિટ વેચતા દલાલો સામે વારંવાર ફરિયાદો આવી રહી છે.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે અધિનિયમ, ૧૯૮૯ ની કલમ ૧૪૩ હેઠળ ગુનેગારો (રેલ્વે કર્મચારીઓ સહિત) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં, ૨૦૨૩ થી ૨૦૨૫ અને જૂન ૨૦૨૬ સુધી, ૬૫ ભારતીય રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી નવની પヘમિ રેલવે ઝોનમાં કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ ઉપરાંત, ૧૩,૫૮૦ દલાલોની ધરપકડ કરવામાં આવી હતી અને રેલવે અધિનિયમ, ૧૯૮૯ ની કલમ ૧૪૩ હેઠળ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વૈષ્ણવે ટિકિટ રિઝર્વેશન સિસ્ટમના દુરુપયોગને રોકવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા નિયમિત તપાસ અને ડ્રાઇવ સહિત અનેક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
