હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હેવાન બની ઘરવાળીઃ પહેલા ઊંઘની ગોળી આપી પછી કરંટ લગાવ્યો તોયે મન ન માન્યું તો ધોકા વડે પતિનું માથું ફાડી નાખ્યું
દિલ્હીના સંગમ વિહારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે પતિ-પત્નીના સંબંધો પર ફરી એક વાર સવાલો ઊભા કરી દીધા

નવી દિલ્હી,તા.૧૩: દિલ્હીના સંગમ વિહારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે પતિ-પત્નીના સંબંધો પર ફરી એક વાર સવાલો ઊભા કરી દીધા છે. ઇન્દોરની સોનમ રઘુવંશી, કાનપુરની મુસ્કાન અને પછી પુણેની સિયા ગોયલ... આ ત્રણેયના કારનામાએ લોકોને હચમચાવી નાખ્યા હતા, પણ સંગમ વિહારની મંજૂએ નિર્દયતામાં આ ત્રણેયનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
પોલીસે તેને પોતાના ૫૫ વર્ષીય પતિની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે આર્થિક તંગી, ઘરમાં કંકાસ અને પતિની મારપીટથી કંટાળી પત્નીએ પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી નાખ્યો અને તેના માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપી ડીલ ફાઇનલ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલામાં મંજૂ ઉર્ફ નાઝિયા અને તેના સાથી ચમનની ધરપકડ કરી લીધી છે. વળી આરોપીએ આશરો આપવાના આરોપમાં કિશન વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે.
આ મામલો ૧૦ ઓગસ્ટની સવારે લગભગ ૫ વાગ્યે સામે આવ્યો, રતિયા માર્ગ પર મુન્ના લાલ ગંભીર હાલતમાં લોહીથી લથબથ પડ્યા હતા. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેમને તાત્કાલિક એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. જોકે, તપાસ બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા.
શરૂઆતમાં આ મામલો લૂંટ અથવા ચોરી દરમિયાન હત્યાનો લાગતો હતો, પણ પોલીસે ઘટનાસ્થળની તપાસ દરમિયાન અમુક એવી વસ્તુઓ શોધી લીધી, જેના કારણે આખી કહાની પરથી પડદો ઊઠી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ પર લોહીના નિશાન મિટાવવા અને આ હત્યાને ચોરીનું રૂપ આપવાની કોશિશ થઈ. તપાસ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા તો એક મહિલા અને એક શખ્સની ગતિવિધિ શંકાસ્પદ લાગી.
ફૂટેજમાં રાતના લગભગ ૧.૪૫ વાગ્યે એક બુકાનીધારી વ્યક્તિ ઘરમાં એન્ટર થતો દેખાયો. લગભગ ૩.૧૫ કલાકે તે ઘરમાંથી બહાર નીકળ્યો. આ ફૂટેજે પોલીસને હત્યાના કાવતરાની દિશામાં તપાસ આગળ વધારવામાં મદદ કરી. ટેકનિકલી તપાસ અને પૂછપરછ બાદ પોલીસનો દાવો છે કે ઘટના પાછળ કોઈ અજાણ્યા લૂંટારા નહીં પણ મૃતકના નજીકના લોકોની કથિત ભૂમિકા સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘરની આર્થિક તંગી અને આ કારણે વારંવાર થતાં ઝઘડાથી કંટાળીને મુન્ના લાલની પત્નીએ તેની હત્યાનું કાવતરું રચ્યું. આરોપ છે કે પહેલા મુન્ના લાલને ઊંઘની ગોળીઓ આપી, જેથી તે વિરોધ ન કરી શકે. ત્યાર બાદ કથિત રીતે તેને કરંટ લગાવ્યો અને પછી ગળું દબાવી દીધું.
પોલીસનો દાવો છે કે, આરોપીએ લાકડાના ધોકાથી તેમના પર હુમલો કર્યો છે. ગંભીર ઈજા બાદ મુન્ના લાલને રોડ પર ફેંકી દીધા અને આ ઘટનાને ચોરીનું રૂપ આપવાની કોશિશ કરી.
તપાસમાં પોલીસ સામે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસનો દાવો છે કે, ચમને ૫ લાખ રૂપિયાની સોપારી લીધી હતી. આરોપ છે કે ઘટના સમયે તેને ૨૦ હજાર રૂપિયા મળ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
