<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ભારે કરી! શું જમાનો આવ્‍યો, સ્‍ક્રૂ ડ્રાઈવર લઈ બે છોકરીઓ ATM મશીન લૂંટવા આવી

કરતૂત એટીએમની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ

રેવાડી,તા.૧૩: એટીએમમાં ચોરીના કિસ્‍સા તો તમે ઘણા જોયા હશે, પણ હરિયાણાના રેવાડી જિલ્‍લાના ધારુહેડામાં સોમવારે ચોરીનો એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે.

બસ સ્‍ટેન્‍ડ રોડ પર હિતાચી કંપનીના એટીએમમાં ધોળા દિવસે બે છોકરીઓએ ધાડ પાડવા પહોંચી ગઈ હતી. એક છોકરી પેચકસ લઈ એટીએમ મશીનમાંથી રોકડા રૂપિયા કાઢતી દેખાઈ રહી હતી. જ્‍યારે બીજી છોકરી બહારથી કોઈ આવતું નથી ને, એ જોઈ રહી હતી.

આ બંને છોકરીઓની કરતૂત એટીએમની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે ફૂટેજ કબજામાં લઈ આ મામલામાં તપાસ શરુ કરી દીધી છે.

પેચકસ લઈ એટીએમમાં ઘુસી છોકરીઓ જાણકારી અનુસાર, સોમવાર સવારે લગભગ ૧૦ વાગ્‍યાની આસપાસ બંને છોકરીઓ બાઈક પર બેસીને ધારુહેડા બસ સ્‍ટેન્‍ડ આવી હતી. તેમણે એટીએમની સામે બાઈક ઊભી રાખી અને પછી અંદર જતી રહી.

કાળા રંગની ટી શર્ટ પહેરેલી એક છોકરીએ પેચકસ કાઢી અને એટીએમ મશીનના એ ભાગમાં છેડછાડ શરુ કરી, જ્‍યાંથી રોકડા રૂપિયા નીકળે છે. બીજી છોકરી એટીએમના દરવાજા પાસે ઊભી રહી આજુબાજુમાં નજર રાખી રહી હતી.

સીસીટીવી ફૂટેજમાં તે એટીએમમાં આવતા લોકોને અંદર આવતા રોકી રહી હતી. બંને થોડા સમય સુધી એટીએમમાં રહી અને ત્‍યાર બાદ બાઈક લઈને ત્‍યાંથી નીકળી ગઈ. બંનેના ગયા બાદ એક યુવક એટીએમમાં પૈસા ઉપાડવા આવ્‍યો. મશીન કામ ન કરતું હોવાની જાણકારી તેણે ગાર્ડને આપી.

ગાર્ડે એટીએમ મશીનની તપાસ કરી તો મશીન સાથે છેડછાડ થઈ હોવાનું જાણવા મળ્‍યું. ત્‍યાર બાદ સીસીટીવી ફૂટેજ જોયા, જેમાં બે છોકરીઓની કરતૂત સામે આવી. પોલીસ હવે એટીએમનો રેકોર્ડ ખંગાળી રહી છે.

(10:22 AM IST)