તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
ઉઝ્બેકિસ્તાનમાંથી આધેડ મહિલાઓ ભારતમાં આવી ૭ અંગોની સર્જરી કરાવી હસીના બની પછી ગંદા ખેલ શરુ કર્યા
લખનઉમાં એક મોટા ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો

લખનઉ,તા.૧૩: ભારતમાં ઉઝ્બેકિસ્તાનથી આધેડ ઉંમરની મહિલાઓ આવી રહી છે. પણ અહીં આવતા જ તેઓ હસીનાઓ બની જતી. પછી જે કામ કરતી, તે જાણી પોલીસ પણ ચોંકી ગઈ. હકીકતમાં જોઈએ તો, ઉત્તર પ્રદેશના રાજધાની લખનઉમાં એક મોટા ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટની મુખ્ય સૂત્રધાર ઉઝ્બેકિસ્તાનની ૪૯ વર્ષની નાગરિક લોલા કાયૂમોવાની ધરપકડ કરી છે. તે એક વર્ષથી આ કામ કરી રહી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે ૪૯ વર્ષની ઉંમરમાં ૨૯ વર્ષની દેખાવા માટે ૭ વખત સર્જરી કરાવી ચૂકી હતી.
સુશાંત ગોલ્ફ સિટી પોલીસ અને ગુપ્ત એજન્સી આઈબીની સંયુક્ત ટીમે તેને મેક્સ હોસ્પિટલ નજીકથી પકડી લીધી છે. કહેવાય છે કે લોલાએ પોલીસથી બચવા માટે પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાનો ચહેરો અને ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી હતી. તેણે નકલી મેરેજ સર્ટિફિકેટનો ઉપયોગ કરી ભારતમાં આધાર કાર્ડ અને ડ્રાઇવિગ લાઇસન્સ પણ બનાવી લીધા હતા.
આ સમગ્ર રેકેટનો ખુલાસો ૨૦૨૫ના જૂન મહિનામાં થયો હતો. સુશાંત ગોલ્ફ સિટી પોલીસે ઓમેક્સ અપાર્ટમેન્ટમાં આવેલા એક ફલેટમાં દરોડા પાડતા ત્યાં ગેરકાયદેસર રીતે રહેલી નીલોફર અને હોલિડા નામની બે ઉઝ્બેકિસ્તાની યુવતીઓની ધરપકડ કરી હતી. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે લોલા કાયૂમોવા જ આ વિદેશી યુવતીઓને લખનઉ લાવતી હતી અને તેમની સર્જરી કરાવી ઓળખ બદલી નાખતી હતી. ત્યાર બાદ ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી સેક્સ રેકેટ ચલાવતી હતી.
બંને મહિલાઓની ધરપકડ બાદ લખનઉ પોલીસે પોતાની તપાસ તેજ કરી દીધી, જેમાં લોલાના કાંડ એક પછી એક ખુલતા ગયા. લોલાએ પોલીસ અને ન્ત્શ્ને ગુમરાહ કરવા માટે નકલી મેરેજ સર્ટિફિકેટ દ્વારા પોતાનું આધાર કાર્ડ અને ડ્રાઇવિગ લાઇસન્સ પણ બનાવી લીધું હતું. એટલું જ નહીં, તેણે મેરેજ સર્ટિફિકેટમાં જે વ્યક્તિને પોતાના પતિ દેખાડ્યા, તે હકીકતમાં તેનો ગ્રાહક હતો. કહેવાય છે કે પોતાની ઓળખ છુપાવવા માટે તેણે સાત વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, લોલાએ લખનઉના ઓમેક્સ અપાર્ટમેન્ટમાં એક ફલેટ ખરીદી લીધો હતો અને ખુદને સંપૂર્ણપણે ભારતીય દેખાડતી હતી. પોતાની અસલી ઉંમર છુપાવવા માટે અને વધારે આકર્ષક દેખાવા માટે, ૪૯ વર્ષીય લોલાએ કથિત રીતે ૭ વાર પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી. આ સર્જરીમાં ચહેરો, હોઠ, અંડરઆર્મ્સ અને પ્રાઇવેટ પાર્ટની કોસ્મેટિક સર્જરી સામેલ છે. જે તમામ ડો. વિવેક ગુપ્તાના અહિમામઉ સ્થિત ક્લિનિકમાં થઈ હતી. ડોક્ટર પર પણ પાસપોર્ટ-વિઝા ચકાસ્યા વિના મોટી રકમ લઈને સર્જરી કરવા અને નકલી ઓળખ આપવામાં ત્રિજિન રાજ ઉર્ફ અર્જૂન રાણાની મદદ કરવાનો ગંભીર આરોપ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
