હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખડગેએ મોદીને કહ્યું તમે થોડા બદલાઈ ગયા છો પછી પીએમનો જવાબ સાંભળી બધા હસી પડયા
PMએ પ્રિયંકા ગાંધીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું... જવાબમાં પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, હું ઠીક છું, સાહેબ... તમે કેમ છો? : અમિત શાહે રાહુલ ગાંધી તરફ જોયું પણ તેમની સાથે વાત કર્યા વિના આગળ ચાલ્યા ગયા

નવી દિલ્હી,તા.૧૩: દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેની પુત્રી રેવતી સુળે અને સારંગ લાખાણીના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું. શરદ પવારના નિવાસસ્થાન ૬, જનપથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૨૦ મિનિટ સુધી રિસેપ્શનમાં હાજર રહ્યા હતા સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સમારોહમાં પહોંચ્યા હતા.
જ્યારે અમિત શાહ રિસેપ્શનમાં પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પહેલેથી જ ત્યાં હતા. અમિત શાહે રાહુલ ગાંધી તરફ જોયું પણ તેમની સાથે વાત કર્યા વિના આગળ ચાલ્યા ગયા. થોડા સમય પછી, રાહુલ ગાંધી પણ સ્થળ છોડીને ચાલ્યા ગયા. રિસેપ્શનમાં બન્ને નેતાઓની એક સાથે હાજરીથી રાજકીય અટકળો શરૂ થઈ ગઈ. આ દરમિયાન, રિસેપ્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વાતચીત કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રિયંકા ગાંધીને પૂછે કે જોવા મળે છે કે તેઓ કેમ છે? મોદીએ પૂછ્યું, તમે કેમ છો? આના જવાબમાં પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, હું ઠીક છું, સાહેબ... તમે કેમ છો? પ્રિયંકાના પ્રશ્નનો જવાબ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યું, હંમેશાની જેમ જ... આ વાતચીત દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. મોદીની ટિપ્પણી સાંભળીને ખડગેએ કહ્યું, તમે થોડા બદલાઈ ગયા છો... ખડગેની ટિપ્પણી પર, નરેન્દ્ર મોદી હસ્યા અને પૂછ્યું, ખરેખર? આનાથી આસપાસ હાજર રહેલા લોકો પણ હસવા લાગ્યા. આ વાતચીત દરમિયાન રાહુલ ગાંધી પણ ફ્રેમમાં દેખાય છે અને વાતચીત પર હસતા જોવા મળે છે.
રેવતી સુળે અને સારંગ લાખાણીના સ્વાગત સમારંભમાંથી નરેન્દ્ર મોદી અને શરદ પવારનો ફોટોએ પણ લોકોનું ચયન ખેંચ્યું છે. તસવીરમાં બન્ને વરિષ્ઠ નેતાઓ એકબીજાની બાજુમાં બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે. પવાર પરિવારના અન્ય સભ્યો પણ વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ બેઠક બાદ, NCP (શરદચંદ્ર પવાર) અને ભાજપ વચ્ચેના રાજકીય સમીકરણો અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, સુપ્રિયા સુળેએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે વડા પ્રધાન મોદી સાથે પાર્ટીની તાજેતરની મુલાકાતો મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ સુધી મર્યાદિત છે. સ્વાગત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને એકસાથે દર્શાવતો એક વીડિયો - અને તેમના વચ્ચે થયેલી હળવી વાતચીત - હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. યુઝર્સે ખડગેની ટિપ્પણી, તમે થોડા બદલાઈ ગયા છો વિશે પણ અનુમાન લગાવી રહ્યા છે. ખડગેએ આ ટિપ્પણી અંગે વધુ કોઈ સ્પષ્ટતા આપી નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
