હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકે ફલાઇટમાં બેસીને સીટબેલ્ટ ન પહેર્યો એને પગલે ફલાઇટ ૧૨ કલાક મોડી ઊડી
કેનેડામાં ૬ વર્ષના બાળકની સીટબેલ્ટ ન બાંધવાની જીદને કારણે ફલાઇટ કેન્સલ થઈ અને મુસાફરોને લગભગ ૧૨ કલાક બાદ બીજા દિવસે ટોરોન્ટો લઈ જવાયા

ટોરોન્ટો,તા.૧૩: કેનેડામાં એક બાળકની સીટબેલ્ટ નહીં લગાવવાની જીદને કારણે એક ફલાઇટ મોડી પડી. એટલી મોડી કે એ છેક બીજા દિવસે લગભગ ૧૨ કલાક બાદ ટેક-ઑફ થઈ શકી. કેનેડાની પોર્ટર ઍરલાઇન્સની આ ફલાઇટ બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા ઍરપોર્ટથી ટોરોન્ટો જઈ રહી હતી. બધા જ મુસાફરો બોર્ડ થઈ ગયા પછી સીટબેલ્ટ બાંધવાની છેલ્લી સૂચના ઍરહોસ્ટેસ આપી રહી હતી. એ વખતે એક ૬ વર્ષનું બાળક સીટબેલ્ટ બાંધવાની આનાકાની કરવા લાગ્યું. મા અને કેબિન-ક્રૂએ સમજાવીને તેને સીટબેલ્ટ લગાવવાની કોશિશ કરી પણ કામિયાબી ન મળી. બાળક કાં તો સીટ પર ઊભો થઈ જતો હતો કાં સીટની નીચે છુપાઈ જતો હતો. ટેક-ઑફ અને લેન્ડિંગ દરમ્યાન સીટબેલ્ટ બાંધવાનો ફરજિયાત હોવાથી આખરે કેબિન-ક્રૂએ નક્કી કર્યું કે આ છોકરાને તેની મા સાથે ફલાઇટમાંથી ઉતારી દેવામાં આવે. એ પછી છોકરાની માને આ વાત સમજાવવામાં થોડોક સમય ગયો. પ્લેનને પાછું હેન્ગર પર લાવીને મા-દીકરાને ઉતારવામાં આવ્યાં. જોકે મુશ્કેલી અહીં પૂરી ન થઈ. વિક્ટોરિયા ઍરપોર્ટ નાનું હોવાથી રાતે ૧૨.૩૦ વાગ્યે અહીંનો રન-વે બંધ થઈ જાય છે. આ બધી ઝંઝટ ચાલી રહી હતી ત્યારે ઑલરેડી એ સમય પસાર થઈ ગયો અને રન-વે બંધ થઈ ગયો. આખરે બધા જ પેસેન્જરોને ઉતારીને એ ફલાઇટ કેન્સલ જાહેર કરવી પડી. બીજા દિવસે રન-વે ખૂલ્યો એ પછીથી પેસેન્જરોને ટોરોન્ટો લઈ જવા માટે ફલાઇટ ઊપડી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
