હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
પાંચ દિવસની દીકરીનું આધાર રજિસ્ટ્રેશન કરાવીને વર્લ્ડ રેકોર્ડ
કર્ણાટકના ડોક્ટર દંપતીએ પોતાની પાંચ દિવસની દીકરી રાયંકાનું આધાર રજિસ્ટ્રેશન કરાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો : ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં આ સિદ્ધિ નોંધાઈ

શ્રીરામનગર,તા.૧૩: કર્ણાટકના કોપ્પલ જિલ્લાના શ્રીરામનગર ગામમાં રહેતા ડો. પવનકુમાર અને તેની પત્ની ડો. વારાલક્ષ્મી પાલાએ દીકરી રાયંકાનો જન્મ થયો એ પછી તરત જ તેના આધાર નંબર માટે અપ્લાય કરી દીધું હતું અને એની પ્રોસેસ પણ પાંચ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તેમની દીકરી પહેલી મેએ જન્મી હતી. એના જન્મ પછી પહેલાં જન્મનો દાખલો કરાવ્યો અને પછી તરત જ આધાર નંબર માટે જરૂરી ફોર્માલિટી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી. આ માટે બાળકનો ફોટોગ્રાફ અને અન્ય તમામ વિગતો અપલોડ કરીને આધારનું રજિસ્ટ્રેશન પૂરું કર્યું હતું. છઠ્ઠી મે સુધીમાં એ પૂરું કરી દેતાં ઇન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડ્સમાં સૌથી નાની વયે આધાર રજિસ્ટ્રેશન કરવાની ઉપલબ્ધિ નોંધાઈ હતી.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
