હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ડીપફેક અને એઆઈના બેફામ ઉપયોગ સામે ખેંચાશે લગામ
સરકાર લાવી શકે છે મોટું-મહત્ત્વનું બિલ

નવી દિલ્હી,તા.૧૩: એઆઈના બેફામ ઉપયોગને ગંભીરતાથી લઈને ડીપફેક પર બ્રેક મારવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ વિષયક એક વિશેષ કાયદો તૈયાર કરવામાં આવી શકે છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં 'એઆઈના દુરુપયોગથી વ્યક્તિત્વ સમાનતાનું રક્ષણ બિલ, ૨૦૨૬' માટે એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં મૂકી દીધો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય એઆઈ ને લગતા દુરુપયોગ સામે વ્યક્તિઓની ઓળખ, પ્રતિષ્ઠા અને ગૌરવનું રક્ષણ કરવાનો છે.
આ બિલ વ્યક્તિના ચહેરા, અવાજ, શારીરિક દેખાવ અથવા અન્ય ઓળખી શકાય તેવી લાક્ષણિકતાઓનું વાસ્તવિક અનુકરણ જે એઆઈ ની મદદથી બનાવવામાં આવે છે - તેને 'એઆઈ-જનરેટેડ ઈમિટેશન' તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે વ્યક્તિના એઆઈ-જનરેટેડ ફોટો અથવા વિડિયોને તેમની સંમતિ વિના બનાવવા, પ્રકાશન, પ્રસારિત કરવા અથવા ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકે છે. બિલ એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે, જે લોકોને ગેરમાર્ગે દોરે છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે નિવેદન આપે છે, સમર્થન આપે છે અથવા કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે જ્યારે વાસ્તવમાં આવું કંઈ થયું નથી.
ટૂંકમાં જે વસ્તુ છે જ નહીં અને શક્ય નથી એને એઆઈ શક્ય કરીને બતાવે છે તો એ ખોટું છે. આ કાયદા હેઠળ, જો એઆઈ દ્વારા કોઈ વ્યક્તિની સમાનતાનો ઉપયોગ કાયદાકીય દાયરામાં આવે છે, તો તે સ્પષ્ટપણે જાહેર કરવું આવશ્યક છે કે સામગ્રી એઆઈ-જનરેટેડ છે. તેનો ઉદ્દેશ્ય જાહેર મૂંઝવણને રોકવાનો છે. ખાસ કરીન જ્યારે એઆઈ દ્વારા તૈયાર કરેલા જે તે પાત્રને લઈને વાત કરવામાં આવે છે ત્યારે ખરી મુંઝવણ ઊભી થાય છે.
એઆઈ-જનરેટેડ એડિશનના ઉપયોગ અંગે વિવાદની સ્થિતિમાં, માન્ય સંમતિ સાબિત કરવાનો બોજ તે વ્યક્તિ અથવા એન્ટિટી પર રહે છે જેણે સામગ્રી બનાવી, પ્રકાશિત કરી અથવા પ્રસારિત કરી. આ બિલમાં મૃતક વ્યક્તિની પર્સનાલિટી લાયસન્યને સુરક્ષા પ્રસ્તાવ આપવાની પણ વાત છે. આ અંતર્ગત વ્યક્તિના મોત બાદ ૧૦ વર્ષ સુધી લાયસન્સના ઉપયોગ પર તે કાયદો લાગુ રહી શકે છે. આનો કોઈ ઉપયોગ કરવા માગે છે તો વ્યક્તિગત રીતે રહેલા મંજૂરી લેવી અનિવાર્ય છે. સમાચાર રિપોર્ટિગ, જાહેર બાબતો અને જાહેર હિત સંબંધિત તથ્યોના આધારે ઉપયોગો માટે છૂટ આપવામાં આવી છે, જો કે જનતાને ગેરમાર્ગે દોરવાના હેતુથી એઆઈ-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
