<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ગૃહકંકાસમાં જમાઇ બન્‍યા ‘‘જમ'' બ્‍લાસ્‍ટ કરી સસરાનું ઘર ઉડાવી દીધું: બેના મોત

કમર સાથે જિલેટિન બાંધી સાસરે ગયો... ૬ જણાને રૂમમાં બંધ કર્યા પછી....

કલબુર્ગી તા.૧૩: પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાના અનેક કિસ્‍સા સાંભળ્‍યા અને જોયા હશે, પરંતુ કર્ણાટકમાં ગૃહકંકાસમાં એક પતિએ જે કૃત્‍ય કર્યું તે ખરેખર આઘાતજનક અને ચોંકાવનારું છે. બનાવમાં આરોપી વ્‍યક્‍તિ મૂળ મહારાષ્ટ્રના પુણેનો વતની છે. આ બનાવમાં આરોપી એટલે કે ૪૯ વર્ષીય વ્‍યક્‍તિ અને તેની સગીર દીકરીનું મોત થયું છે અને અન્‍ય પાંચ લોકો ઘાયલ થયા છે. બનાવ કર્ણાટકના કલબુર્ગી જિલ્‍લામાં મંગૃહવારે સવારે બન્‍યો હતો. આ બનાવે દેશભરમાં ચર્ચા જગાવી છે, પોલીસ હાલ આ મામલે કેસ દાખલ કરીને વધુ તપાસ કરી રહી છે.

અન્‍ય પુરુષ સાથે પત્‍નીના સંબંધની શંકામાં પતિનું હિસક કૃત્‍ય - પોલીસના જણાવ્‍યા પ્રમાણે ૪૯ વર્ષીય શિવલાલ બલીરામ રાઠોડ સવારે આશરે ૧૦:૩૦ વાગ્‍યે કુલબુર્ગી જિલ્‍લાના મટકી થંડા ગામમાં પોતાના સસરાના ઘરે આવી પહોંચ્‍યો હતો. હકીકતમાં પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો હોવાથી શિવલાલની ૪૦ વર્ષીય પત્‍ની સવિતા તેના બાળકો સાથે પિયર આવી ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે શિવલાલને શંકા હતી કે તેની પત્‍ની સવિતા કોઈ અન્‍ય પુરુષના પ્રેમમાં છે. આ વાતને લઈને બંને વચ્‍ચે થોડા દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. ઝઘડો વધી જતાં સવિતા બાળકો સાથે તેના પિતાના ઘરે કર્ણાટક આવી ગઈ હતી. જે બાદ શિવલાલ મંગૃહવારે સવારે પુણેથી તેના સસરાને ઘરે પહોંચ્‍યો હતો.

જમાઈએ સસરાનું ઘર ઉડાવી દીધું - શિવલાલ જેવો સસરાના ઘરે પહોંચ્‍યો કે સવિતા સાથે તેનો જોરદાર ઝઘડો થયો હતો. શિવલાલ પહેલા ખાણમાં કામ કરતો હતો. આથી તે પોતાની સાથે ખાણમાં બ્‍લાસ્‍ટ કરવા માટે વાપરવામાં આવતી જિલેટિન સ્‍ટીક લાવ્‍યો હતો. પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો એટલી હદે વધી ગયો કે શિવલાલે પોતાના શરીર સાથે જિલેટિન સ્‍ટિક બાંધી દીધી હતી અને ઘરનો દરવાજો બંધ કરીને સ્‍વીચ દબાવી દીધી હતી. પોલીસના જણાવ્‍યા પ્રમાણે શિવલાલ જે રીતે તૈયારી કરીને આવ્‍યો હતો તેના પરથી સ્‍પષ્ટ થાય છે કે તે તેની પત્‍નીની હત્‍યા કરવાના ઈરાદો ધરાવતો હતો.

(3:15 PM IST)